________________ 176 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે છે. અભવ્યો આત્માને કર્મનો કર્તા, ભોક્તા માને પણ મોક્ષને અને તેના ઉપાયોને ન માને. ઉપર જણાવેલા બે પ્રકારો સિવાયના પાંચમાંના ત્રણ પ્રકારો સંભવે નહીં. અભવ્યોને “હું ભવ્ય કે અભવ્ય ?' તેની શંકા જ ન થાય ! જાતિભવ્યો તેવા જ જીવો છે કે જેઓને મોક્ષલક્ષી સામગ્રી જ કદી મળનાર નથી ! જેવી રીતે એક યુવતી વિધવા હોય કે જે ધર્મનિષ્ઠ હોય, પરપુરુષનું સેવન તથા તેની સાથેનો સંભોગ વર્જ્ય છે તેવી સ્ત્રીને ઉપર્યુક્ત સામગ્રીના અભાવમાં પુત્રોત્પત્તિ જેમ શક્ય નથી તેમ જાતિભવ્યોને મોક્ષદાયક સામગ્રી ન મળનાર હોવાથી મોક્ષ કદી મેળવે નહીં. - ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય જીવો માટે અનાભોગ નામનું એક જ મિથ્યાત્વ સંભવિત છે; જ્યારે દુર્ભવ્ય તથા અભવ્ય જીવો માટે અનાભોગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારનાં મિથ્યાત્વ સંભવિત છે. ચરમ પુદ્ગલપરાવર્તના પહેલા અર્ધભાગથી અધિક વિશેષ કાળ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારના અને તે પછીના કાળમાં ભવ્ય જીવોને પાંચેય પ્રકારનાં મિથ્યાત્વ સંભવે છે. ભવ્ય જીવોને આ રીતે પાંચેય પ્રકારનાં મિથ્યાત્વ હોવા છતાં પણ, મિથ્યાત્વનો ત્યાગ અને ક્ષય પણ ભવ્યાત્માઓના જ નસીબમાં છે ! તામલી તાપસ સુખી, ધનિક અને ધર્મી જીવ હતો. સંન્યાસ સ્વીકાર્યો અને ઉગ્ર તપ કરવા માંડ્યો. સાઠ હજાર વર્ષ ઉગ્ર તપ કર્યો. પારણાના દિવસે જે વાપરતો તેને 21 વખત ધોઈને સત્ત્વહીન કરી દેતો. મિથ્યાત્વી હોવાથી એના મહાતપના મૂલ્ય કરતાં સમ્યગ્દષ્ટિની એક નવકારશીનું મૂલ્ય વધી જાય ! માષતુષ મુનિને સમ્યક્તી ગણ્યા કારણ કે ગીતાર્થનિશ્રિત હતા તથા જ્ઞાનસંપાદનનો પ્રયત્ન જબરજસ્ત હતો, તેથી તસ્વાતત્ત્વનું વિશેષ જ્ઞાન ન હોવા છતાં પણ નિશ્રા સારી હોવાથી પરંપરાએ તત્ત્વની પ્રતિપત્તિ હતી જ એમ માનવું પડે. આભિગ્રહિક મિથ્યાત્વ ભવ્ય તથા અભવ્યોને સંભવે છે. આભિનિવેશિક મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ વિદ્વાનો માટેનું છે. જેવી રીતે ધનાઢ્ય માણસ કુલટા સ્ત્રીમાં આસક્ત થઈ બધું છોડે પણ એને છોડે નહીં. રાગાંધ થયેલો તેને છોડે નહીં તેના જેવું આભિનિવેશિક મિથ્યાત્વનું છે. જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થનો આગ્રહી થઈ તે છોડે નહીં. પોતે વિદ્વાન છે, સમકિત છે, સમજાવી શકે તેમ છે, સમજુ છે છતાં પણ પોતાનો ખોટો આગ્રહ છોડે નહીં. આ મિથ્યા થાય તો તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય. આમ થવાનું કારણ ઉપયોગશૂન્યતા કે સમજફેર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org