________________ ર૫૦ * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન થઈ જવાથી ૧૪માં ગુણસ્થાનકે આત્મા સયોગી મટીને અયોગી બને છે. શૈલેશીકરણ થતાં આત્મા કાયામાં રહેલો પણ કોઈ સૂક્ષ્મ પ્રવૃત્તિ કાયાની ન રહેતાં અ, ઈ, ઉં, , લુ એવા પાંચ હૃસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલા કાળમાં કર્મોના ક્ષય કરી મોક્ષ પામે છે. આ રીતે મોક્ષની સાથે આત્માને યોજી આપનારા આ અયોગ અવસ્થા થઈ માટે અયોગ એ પરમ યોગ છે. અયોગ એ યોગ ? ભ્રમિત કરે તેવું લાગે છે? પરંતુ અયોગમાં યોગ શબ્દ કાયાદિ યોગના અર્થમાં છે. એનો ત્યાગ એ અયોગ જે પરમયોગ કહી શકીએ કારણ કે તે મોક્ષ સાથે જોડી આપે છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણ યોગો ધર્મારાધના સિદ્ધ કરવાના ત્રણ ઉત્તરોત્તર ચઢિયાતાં પગથિયાં છે. આ પરિક્ષેપમાં ધર્મના બે વિભાગો કરીએ, જેવા કે શ્રતધર્મ અને ચારિત્રધર્મ, સાઢવધર્મ અને અનાશ્રવ ધર્મ. આ આલંબનરૂપ ધર્મ છે. સાશ્રવ એટલે આશ્રવવાળો જેમાં આરંભ-સમારંભ; અને નિરાશ્રવ એટલે તે વિનાનો. ગૃહસ્થ મુખ્યતયા સાશ્રવ ધર્મનું આલંબન લે છે; સાધુને નિરાશ્રય. જિનમંદિર, જિનપ્રતિમા, ભરાવવી, ભક્તિ, પૂજા, સ્નાત્રાદિ, ઉત્સવ, તીર્થયાત્રા, સંઘભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડાર, દાનાદિ સાશ્રવ ધર્મ છે. સામાયિક પ્રતિક્રમણ, પૌષધાદિ નિરાશ્રવ ધર્મ અલ્પ અંશે છે. સાધુધર્મમાં નિરાશ્રવ ધર્મ છે. હિંસાદિનો ત્યાગ હોવા છતાં પણ સંજ્વલન ઘટના અલ્પ કષાયો, કાયિયોગો કર્મબંધ કરાવનારા છે; તેથી તેને સાશ્રવ કહી શકીએ. તે જ્યારે કષાયોનો સર્વથા ક્ષય કરી વીતરાગ બને ત્યાં નિરાશ્રવ ધર્મ, ૧૩માં ગુણસ્થાનકના અંતે યોગનો સર્વથા નિરોધ કરી અયોગી કેવલી બને. સાધુ જીવનમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર, 25 ભાવના, પ્રતિક્રમણ, પ્રતિલેખના, ગોચરી, ચર્યા, વસતિ, વિહાર, ઇચ્છકાર વગેરે 10 પ્રકારની સમાચારી આ બધું નિરાશ્રવ ધર્મ છે. યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે, યોજી આપે તે યોગ. તેની પ્રાપ્તિ ભવાભિનંદી, પગલાનંદી કે સંમૂર્ણિમ ક્રિયા કરનારને હોતી નથી. કર્મોની જે સ્થિતિ ઉત્કૃષ્ટ બંધાતી હતી તે જ્યારે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધ તે જીવને અપુનબંધક કહેવાય. સંસાર તરફ નફરત અને મોક્ષરાગ, તીવ્ર હોઈ સંવેગ ધારણ કરનાર હોય છે. અપુનબંધક આત્માઓ અનેક પ્રકારના હોય છે. તેમણે ગ્રંથિભેદ કર્યો ન હોવાથી સર્વશના શાસ્ત્રના યોગ્ય માર્ગદર્શનના અભાવે, છતાં પણ દુરાગ્રહી ન હોવાથી માર્ગનુસારી, માભિમુખ, માર્ગપતિત વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org