________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 249 પ્રકારના સામર્થ્યયોગથી થઈ શકે. તે માટે કાયિકાદિ યોગ ત્યજાવનારી આત્મપ્રવૃત્તિનું નામ યોગસંન્યાસ સામર્થ્યયોગ છે. આ રીતે ધર્મસંન્યાસ નામનો પહેલો સામર્થ્યયોગ દ્વિતીય અપૂર્વકરણ સમયે થાય છે. વીતરાગ સર્વજ્ઞ કેવળી બન્યા પછી પણ અઘાતી ને ભવોપગ્રહી કર્મો જેવાં કે આયુષ્ય, વેદનીય, નામ અને ગોત્ર હજી ભોગવવાનાં બાકી છે. ત્યાં સુધી સંસારમાં જકડાઈ રહેવું પડે. આ કર્મો આત્માના જ્ઞાનાદિ કર્મોનો ઘાત કરતા નથી. આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી કાયાદિના સૂક્ષ્મ વ્યાપાર ચાલુ છે, ત્યાં સુધી આત્માને કર્મબંધ થતો રહે છે. આ આત્માએ મિથ્યાત્વને પ્રથમ ગુણઠાણાને અંતે ટાળ્યું; અવિરતિ સંપૂર્ણપણે છઠ્ઠા ગુણે પેસતા ટાળી, કષાયોને સર્વથા દસમા ગુણઠાણાને અંતે ક્ષીણ કર્યા તેથી તે ક્ષીણમોહ બન્યો. હવે મન-વચન અને કાયાના વ્યાપાર ઊભા છે. બારમા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણીયાદિ સમસ્ત ઘાતી કર્મો નષ્ટ થતાં ૧૩મે ગુણસ્થાનકે તે અનંતજ્ઞાનાદિ મુક્ત થયો છે. વીતરાગ બનવા છતાં પણ ગ્રામાનુગ્રામ વિહાર, આહાર લે છે, શ્વાસોચ્છવાસ, નાડીમાં લોહીનું ભ્રમણ, વાયુસંચરણ, કાય યોગો, ઉપદેશ દેવા માટે વચનયોગ, દૂર રહેલા અનુત્તરવાસી દેવોના સંશય ટાળવા મનોવર્ગણાના પુદ્ગલોનું મન બનાવીને મનોયોગવાળા હોય છે. અત્રે સાંપરાયિક કર્મ નહીં પણ ઈર્યાપથ કર્મબંધ થાય. તે બંધાયા પછી તરત જ પછીના સમયે ભોગવી નષ્ટ થતું જાય, જે શાતાવેદનીય છે. આ આત્માના છેલ્લા સમય સુધી કાયાદિ આ યોગો ચાલુ હોય છે. આયુષ્ય ક્ષીણ થતાં આત્માનો મોક્ષ થાય છે, કેમ કે “કૃત્ન કર્મક્ષયો મોક્ષઃ” આ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ કરવા તેરમાં ગુણસ્થાનકના છેવટના ભાગમાં આયોજ્યાકરણ કરાય. આ કર્મોને કેવળજ્ઞાન અને ક્ષાયિક વીર્યના બળે તે તે સમયમાં ક્ષીણ થવાજોગી સ્થિતિમાં મૂકવાની પ્રક્રિયાનું નામ આયોજ્યાકરણ છે. આયોજ્યાકરણ પછી ક્રમશઃ બાદર, કાય, વચન અને મનોયોગ, ત્યારબાદ સૂક્ષ્મ વચન તથા મનોયોગ રૂંધાતા આમ સમસ્ત યોગો રૂંધાતા યોગસંન્યાસ નામે બીજો સામર્મયોગ થાય છે. આને માટે અચિંત્ય, અવર્ણનીય સામર્થ્યયોગના ધર્મવ્યાપારની જરૂર પડે છે. આત્મા જે અસ્થિર રહેતો તે હવે તે આત્મપ્રદેશો સ્થિર બનીને શૈલ જેવો થતાં જે પર્વતોનો ઈશ છે તેના જેવો થતાં તેને શૈલેશીકરણ કહેવાય છે. યોગસંન્યાસ સામર્થ્યયોગથી ૧૩મા ગુણઠાણાને અંતે યોગોનો નિરોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org