________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 251 કક્ષામાં હોય છે. માર્ગ એટલે જિજ્ઞાસાદિ વિશિષ્ટ ગુણસ્થાનને યોગ્ય સહજ સરળ ક્ષયોપશમ સમજી લેવો. કોઈ તેની દિશામાં હોય, કોઈ તદન સન્મુખ રહેલા હોય, કોઈ તેમાં પતિત, પ્રવેશ પામી ચૂકેલા હોય. આ માર્ગ પ્રવેશ સર્વજ્ઞોક્ત તત્ત્વજિજ્ઞાસા જગાડી ગ્રંથિભેદ કરાવી તત્ત્વશ્રદ્ધારૂપી સમ્યગ્દર્શન પમાડે છે. જ્યારે ચારિત્રમોહનીય કર્મની કોટાકોટિ સાગરોપમમાંથી બેથી નવા પલ્યોપમ બ્રાસ થાય ત્યારે અણુવ્રતોરૂપી દેશવિરતિ ગુણસ્થાનકે પહોંચાય. આગળ ચારિત્રમોહનીય કર્મોમાં સંખ્યાતા સાગરોપમ કાળધ્રાસ થતાં મહાવ્રતોરૂપી સર્વવિરતિ સાધ્ય થતી જાય. યોગના પાંચ પ્રકારો છે જેવાં કે : અધ્યાત્મ ભાવના ધ્યાન વૃત્તિસંક્ષયઃ | યોગ: પંચવિધિ પ્રોક્ટો યોગ માર્ગ વિશારદૈ: | એક પછી એક આનો વિચાર કરીએ. અધ્યાત્મ યોગ એટલે ઔચિત્યવશાતું અણુમહાવ્રતયુક્ત બનેલા પુરુષનું મૈત્રાદિનું ભાવભરપૂર હૃદયે જિનાગમાનુસાર જીવાદિ પદાર્થોનું ચિંતન. મૈત્રી વગેરેમાં મૈત્રી, કરુણા, મુદિતા અને પ્રમોદભાવ. અધ્યાત્મયોગના ફળમાં જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્મોનો ક્ષય, વીર્યોત્કર્ષ રૂપસત્ત્વ, સમાધિસ્વરૂપ શીલ, શુદ્ધ સ્વસંવેદ્ય વસ્તુબોધ. આ યોગ દારુણ મોહવિષના વિકારનો નાશ કરનાર હોવાથી અધ્યાત્મયોગ અમૃત સમાન છે. અધ્યાત્મનો પ્રતિદિન ઉચ્ચતાનો અનુભવ થાય એવો ચિત્તનિરોધરૂપ અધ્યાત્મનો અભ્યાસ, તત્ત્વચિંતનનું સેવન એ ભાવનાયોગ છે. તેના ફળ તરીકે અશુભ કામક્રોધાદિના અભ્યાસનો વિરામ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના સાનુકૂળ બને તેના દઢ સંસ્કાર પડે, સત્ત્વની વૃદ્ધિ અને ચિત્તનો ઉત્કર્ષ થાય. આ માટે બાર ભાવનાઓનું ચિંતન કૈવલ્યપદ સુધી લઈ જઈ શકે છે, જેમ કે મરુદેવી માતા. ધ્યાનયોગ ભાવનાયોગ સિદ્ધ થવાથી જીવાદિના ચિંતનના દઢ સંસ્કાર સહજ થવાથી સ્થિર ચિંતન થઈ શકે. આમાં પૂર્વોક્ત ખેદ ઉદ્વેગાદિ-૮ ક્રિયા દોષોનો ત્યાગ અને તેના ફળ તરીકે સર્વકાર્યમાં સ્વાધીનતા વશિતતા, શુભ પરિણામની સ્થિરતા તથા નિશ્ચલ શુભ ભાવ, કર્મોના અનુબંધનો વિચ્છેદ, ભવસર્જક કર્મોના બંધ ન પડે. સમતયોગમાં ધ્યાનના ફળરૂપે શુભ ભાવની સ્થિરતા એવી થાય કે અનાદિની કુવાસનાથી રહિત થઈ વિવેક જાગે. સમતાયોગ આત્માને વાસી ચંદનકલ્પ બનાવે. કોઈ સારો નહીં, કોઈ ખરાબ નહીં, વાંસલાથી છોલે કે ચંદનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org