________________ ૨પર જ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લેપને તુલ્ય ગણે, તપથી સિદ્ધ લબ્ધિઓનો ઉપયોગ ન કરે, ચારિત્ર અને દર્શનને રોકનારાં કર્મોનો ક્ષય કરે, બંધનનો સર્વથા વિચ્છેદ કરે. વૃત્તિસંક્ષેપયોગમાં મન-શરીરાદિના યોગે વિકલ્પો અને વૃત્તિના તરંગો ઊઠતા હતા તે કેવળજ્ઞાન પ્રગટતાં અયોગી અવસ્થાથી હિલચાલનો અંત આવે છે. તેના ફળ તરીકે ત્રણે કાળના સમસ્ત દ્રવ્યપર્યાયોનું પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે. સર્વસંવર રૂપી શીલના ઇશ શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. અનંતઅવ્યાબાધ સુખરૂપ જન્મ-મરણાદિના શારીરિક માનસિક સર્વ ક્લેશરહિત મોક્ષસુખ મળે છે. યોગીના ચાર પ્રકારો છે : કુલયોગી એટલે યોગીના ગોત્રમાં માત્ર ઉત્પન્ન થયેલા. (2) પ્રવૃત્તચક્રી યોગી આગળ વધી ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમને ધારણ કરનારા, તથા છેલ્લા બે યોગી સ્થિરયમ અને સિદ્ધિયમની સ્પૃહા રાખનારા. બીજો પ્રકાર દ્રવ્યયોગી અને ભાવયોગીનો છે. યોગની ચર્ચાવિચારણા સાથે અવંચકને યોગ સાથે જોડી વિચારણા કરાઈ છે. તે ત્રણ અવંચક યોગોનાં નામો આ પ્રમાણે છે : યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક. અવંચક એટલે જે કદાપિ નિષ્ફળ ન જાય. અચૂક ફળને આપે જ તેથી તે અવંચક કહેવાય. જેઓનાં દર્શનથી પવિત્રતા થાય એવા પુણ્યવાન મહાત્માઓની સાથે યોગસંબંધ થવો તે યોગાવંચક, ઘણાખરાને તેઓ સાથેનો સંબંધ જ અશક્ય છે. ગુણવાન મહાત્માઓનો ગુણવાન તરીકે થયેલો સંબંધ મહત્ત્વનો છે. તેમનો સંબંધ અને યોગ અતિ ઉપયોગી હોઈ તેમનું ગુણવાન તરીકે દર્શન લાભદાયી છે. અત્ર યોગ એટલે કલ્યાણ સંપન્ન અને દર્શન માત્રથી પવિત્ર કરનારા પુરુષો સાથેનો સંબંધ તો યોગાવંચક. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે યોગાવંચક. આવા મહાત્માઓને યથાયોગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવાં અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજો ક્રિયાવંચક યોગ. આ નીચગોત્રાદિ પાપકર્મોનો નાશ કરનારો તેવા સત્પષોને કરાતો નમસ્કારાદિ ક્રિયા કરવાનો નિયમ એટલે ક્રિયાવંચક્યોગ. વસ્તુસ્વરૂપના બોધ પછી જે ક્રિયા થાય તે અતિ આહલાદજનક હોવાથી ઘણો લાભ થાય. તે મહા અનિષ્ટ કર્મોનો નાશ કરનાર, સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર હોય છે. યોગાવંચકત્વ પ્રાપ્ત થયા પછી ક્રિયાવંચકત્વ પ્રાપ્ત થાય. વચન અને કાયાને યોગ્ય રીતે શાસ્ત્રવિહિત રીત્યા પ્રવર્તાવવા તે ક્રિયાવંચક. આ યોગાવંચક અને ક્રિયાવંચકપણાથી શુભ અનુબંધરૂપ ફળની પ્રાપ્તિ તે ફલાવંચક ભાવ છે. ફલાવંચક યોગ એટલે તે જ સત્પષો પાસેથી ઉપદેશાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org