________________ પળમાં પેલે પાર 65 ત્યાં આકાશવાણી થઈ કે ભોગાવલી કર્મો બાકી છે. નિકાચિત કર્મો ભોગવ્યા વિના ક્ષય પામે નહિ માટે દીક્ષા છોડી દો. આદ્રકુમાર છતાં પણ એક સ્થળે કાઉસગ ધ્યાનમાં હોય છે ત્યારે નાની વયની કુમારિકા બંધુમતી રમતાં રમતાં મુનિના પગ પકડી તે મારો વર છે એમ મનથી વરે છે. દેવવાણી થઈ. તે યોગ્ય વર વર્યો છે. સોળ વર્ષની થતાં સાધુને વરી છે તેમ જણાવી મુનિને ઓળખવા માટે વંદન કરતાં મુનિને ઓળખી કાઢે છે. સ્ત્રીહત્યાનું પાપ લાગશે એમ કહી તેની સાથે લગ્ન થાય છે. પુત્ર પિતાને સુતરના બાર તાંતણાથી બાંધે છે. બાર વર્ષ પછી ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે. ભગવાનના સમવસરણમાં ધર્મની નિર્મળ આરાધના કરી, ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. શુકપરિવ્રાજક મિથ્યાધર્મી પરિવ્રાજક હતો. તે એક હજાર ચેલાઓનો મુખિયો હતો. તેના ઉપદેશથી એનો જ ભક્ત સુદર્શન શેઠ થાવાપુત્ર આચાર્યના ઉપદેશથી ચુસ્ત સમ્યકત્વી, બાર વ્રતધારી બનેલો. શુક કહે છે કે તને કોણે ભોળવ્યો? મને તેની પાસે લઈ જા. જો મને સમજાવી શકે તો હું તેનો શિષ્ય થઈ જાઉં. શુક કહે છે તમે સ્નાન કરતા નથી. શૌચ પવિત્રતા તો ધર્મનો પાયો છે. પ્રત્યુત્તરમાં થાવસ્ત્રાપુત્ર આચાર્યને કહે છે કે લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીથી સાફ થાય? એમ હિંસાથી ખરડાયેલો આત્મા શું હિંસાથી પવિત્ર થાય? શુક પરિવ્રાજકને તેથી ધર્મસ્યાખ્યાત ભાવના જાગી. ત્યારબાદ હજાર શિષ્યો સાથે જૈન ધર્મમાં કહેલ સર્વવિરતિ ચારિત્ર સ્વીકારી ક્રમશઃ આચાર્યની પાસે ગચ્છાચાર્ય બની શ્રી સિદ્ધિગિરિ પર અનશન કરી ભાવનામાં આગળ વધતાં અહોભાવની પરાકાષ્ઠાએ પહોંચી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. હૃષ્ટપુષ્ટ સાંઢને ઘરડો, શિથિલ, ર્જરિત થયેલો જોઈને કરકંડુ રાજા પરિણતિ થતાં જીવન સાર્થક કરે છે. તેવા આત્માઓને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જૈન કથાસાહિત્યમાં સમરાદિત્ય કેવળીચરિત્ર ઘણી પ્રસિદ્ધ કથા છે. સમરાઈ કહા તરીકે પ્રાકૃતમાં તે આલેખાઈ છે. ગુણસેન અને અગ્નિશર્મા રાજપુત્ર અને પુરોહિત પુત્ર તરીકે અનુક્રમે છે. ગુણસેને કરેલી મશ્કરી, ઉપહાસ વગેરેથી અગ્નિશર્મા કંટાળી તાપસ બન્યો હોય છે તેની સાથે પિતા-પુત્ર, મા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની વગેરે સંબંધો નવ નવ ભવ સુધી રાખે છે. દેવ અને નરકના ભવો ગણીએ તો સત્તર ભવોનું વૈર હતું. સમરાદિત્યના ભવમાં જેનો નવમો ભવ છે તે ગિરિસેન સમરાદિત્યને જીવતો સળગાવી દે છે. ગુણસેનનો જીવ દરેક મૃત્યુ પછી દેવગતિ પામે છે. - સમરાદિત્ય આમ વિચારે છે કે આ શરીરે ક્યાં ઓછાં પાપો કર્યા છે? જૈન-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org