________________ દર જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેના ફળ માટે શા માટે નાસીપાસ થવું જોઈએ? આમ સમભાવે સળગવાનું કષ્ટ સમભાવે સહન કરતાં એકત્વ અને પૃથકત્વની મીમાંસા કરતા મુનિ સમરાદિત્ય દેહાધ્યાસ ભૂલ્યા : સમરસમાં અગ્નિની જ્વાળાઓ ચિચિયારીઓ ન પડાવી શકી પણ કર્મને બાળી કૈવલ્ય અપાવ્યું. પ્રમાદના કારણે થયેલું વૈરબીજ જન્મોજન્મ કેવી રીતે દુઃખ આપે છે અને સમતાના અંકુર જીવનને કેવી રીતે પુનિત બનાવે છે તે સમરાદિત્ય કેવળીચરિત્રનું રહસ્ય છે. નમિ રાજર્ષિ પણ કંકણો દૂર થતાં એકત્વ ભાવના ભાવતાં કરકંડુની જેમ પ્રત્યેક બુદ્ધ થયા. - પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરના શિષ્યરાન પૂ. મુનિશ્રી રત્નપ્રભાવિજયજી દ્વારા સંપાદિત “પ્રજ્ઞાનો સોનેરી પ્રકાશ યાને મંત્રીશ્વર અભયકુમાર' વીર સંવત ૨પ૦૭ પુસ્તક પૃષ્ઠ 388-89 પર લખ્યા મુજબ અભયકુમાર દીક્ષા લેવા કટિબદ્ધ થાય છે ત્યારે તેનાં માતા નંદા પણ સંસારની અસારતા સમજી સમજુ શ્રેણિક પાસે તે માટે અનુમતિ માંગી દેવે દીધલાં દિવ્ય વસ્ત્રો હલ્લ-વિહલને આપી, સંયમપથ આદર્યો. પ્રભુએ પ્રવ્રજ્યા આપી, મહત્તરા સાધ્વીને સોંપી, પાપકર્મો ખપાવતી, ઉત્તમ ચારિત્ર પાળતી, એક, બે, ત્રણથી વધારે માસખમણ કરતી, 11 સૂત્રોનો અભ્યાસ કરી, ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ પુસ્તકના પૃષ્ઠ 389, ૩૯૪થી જાણવા મળે છે કે અભયકુમારને નિર્મળ ચારિત્ર પાળતાં પાંચ વર્ષનાં વહાણાં વહી ગયાં. અંતિમ કાળ જાણી ભગવાનની આજ્ઞા માગી અનશણ કરે છે. ચાર શરણા, દુકૃત્યોની નિંદા, સુકૃત્યોની અનુમોદના, સર્વ જીવોને ખમાવી, તીર્થકરને વંદના, પંચ પરમેષ્ઠિ મંત્ર હૈયામાં વસાવી, શુદ્ધ ધ્યાનમાં કાળધર્મ પામી 33 સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનવાસી દેવ બની, ત્યાંથી શ્રાવક કુળમાં જન્મી સર્વવિરતિ આદરી અનંત અવ્યાબાધ નિરૂપમ અનંત ગુણાત્મક સિદ્ધિપદ પામશે. અભયકુમારની બુદ્ધિની આશંસા દિવાળીના શુભ દિવસે વેપાર કરનારા સેવે છે. અનંતાનંત પગલપરાવર્તમાં ભટકતો જીવ ક્યારે મોક્ષ મેળવશે તે જાણી શકાતું નથી, પરંતુ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં તેમના સમવસરણમાં જનારો શ્રેણિકનો સુપુત્ર અભય મોક્ષગામી થશે તેથી ઉપરનો પ્રસંગ લિપિબદ્ધ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org