________________ મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રવાહમાં વ્યતીત થઈ કાલકવલિત થઈ ચૂકી છે, થશે. તેમાં ત્રીજા-ચોથા આરામાં તીર્થકરો થતા હોય છે. તેઓને પણ નિગોદમાંથી બહાર નીકળી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ઉત્ક્રાંતિનાં શિખરો સર કરી સકામ નિર્જરા કરી સંસારમાં ભટકતાં ભટકતાં જે કાશ્મણ રજકણો આત્માના પ્રદેશમાં સંલગ્ન થઈ ગઈ છે; તેનો તીવ્રતમ પુરુષાર્થ કરી, ચરમશરીરી જીવો ક્ષાયિક સમકિતી મેળવી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ વગેરે કારણો તથા અંતરાકરણ દ્વારા ઉપશમકે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરી 1314 ગુણસ્થાનકે આરૂઢ થઈ મોક્ષગામી બને છે. ત્યાર બાદ શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો સાધી તે આ ક્રમે ૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં કાયનિરોધના પ્રારંભથી શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર શરૂ થાય છે. મન-વચન-કાયાના ત્રણે યોગો ઉપર નિષ્ક્રિયતા લાવી શૈલેશી દશામાં કર્મક્ષયની પ્રક્રિયા કરી ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મોનો ક્ષય કરી, આત્માને કોઈ કર્મ બાકી ન રહેતાં કેવળી બને છે. “સભ્ય જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ' એ સૂત્રને ચરિતાર્થ કરે છે. કેવળી બનવા માટે ચરમશરીરી હોવું જેટલું આવશ્યક છે તેટલું વજૂઋષભનારાચસંઘયણ, ઘાતી ચાર કર્મોનો સર્વાંશે ક્ષય કે તેની સાથે સંલગ્ન ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય થાય તે જરૂરી છે; તેને ભોગવ્યા પછી કેવળી બની મોક્ષે જવાય છે. સામાન્ય રીતે તીર્થંકર થનાર ભવ્ય જીવો તીર્થંકર બને તેના પૂર્વના ત્રીજા ભવે 20 સ્થાનકની કે તેમાંથી ગમે તે એક સ્થાનકની સુંદર, સચોટ રામારાધના કરે ત્યારે તે જીવ તીર્થકર બનવા માટેનું કર્મ નિકાચિત કરે છે; તેવા જીવો ચરમશરીરી તથા સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે; અસંગ કે અનાસંગ યોગ સાધી મોક્ષગામી થાય છે. મનુષ્યગતિમાં જ મોક્ષ મળી શકે છે. તે સંગ્નિ પંચેન્દ્રિય ભવ્યજીવોના નસીબમાં હોય છે, કેમ કે અભવ્ય, દુર્ભવ્ય, જાતિ ભવ્યાદિ જીવો ક્યારેય પણ તે પદ પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા નથી. વિંધ્યા સ્ત્રી હોવા છતાં પણ, તેને પુત્રજનનની સામગ્રી મળવા છતાં પણ ગર્ભ ધારણ કરવાની એનામાં યોગ્યતા નથી હોતી; એમ અભવ્ય જીવને સામગ્રી મળે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org