________________ 68 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પણ મોક્ષ પામવાની યોગ્યતા નથી હોતી; જ્યારે ભવ્યમાં તે હોય છે છતાં બધા જ ભવ્ય મોક્ષ પામવાના છે એવું પણ નથી, કેમ કે કેટલાય ભવ્યોને તેની સામગ્રી મળવાની જ નથી. દા. ત. પવિત્ર વિધવા સ્ત્રીમાં પુત્રજન્મની યોગ્યતા હોઈ શકે છતાં સામગ્રીના અભાવે પુત્રજન્મ કરવાની નથી. તેથી જે જીવ ભવ્ય છે, યોગ્યતા છે, છતાં કદી મોક્ષ પામવાના નથી તે જાતિભવ્ય કહેવાય. આ રીતે જીવોના ત્રણ વિભાગ થાય : ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય. સિદ્ધિગમન એટલે સિદ્ધિ નામના પર્યાયમાં પરિણમવાને યોગ્ય ભવ્ય કહેવાય. તેથી સિદ્ધિ પરિણમવાની યોગ્યતા તે ભવ્યત્વ. ઉપર્યુક્ત વિવેચન કર્યા પછી તીર્થકરોની ગુણાનુવાદ કે અનુમોદના કરી આગળ વધીએ. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના હર તીર્થકરોને ભાવભીની ભક્તિસભર વંદના સ્તવનાદિ કરીએ. તિજ્યપહત્તસ્મરણ”ના 15 કર્મભૂમિના 170 તીર્થકરો જે ભગવાન અજિતનાથના સમયમાં થયેલા તેમજ વર્તમાનકાળના મહાવિદેહ ક્ષેત્રના 20 વિહરમાન સીમંધરસ્વામી - યુગમંધરાદિ તીર્થકરોને પણ વંદના... વંદના કરવાથી વિનીતભાવનું બાહુલ્ય તથા નીચગોત્રાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. પૂજ્ય વીરવિજયજી મહારાજ કહે છે : સુલાસાદિક નવ જણને, જિનપદ દીધું રે !' ભવિષ્યમાં થનારા તીર્થકરો જેવા કે શ્રીકૃષ્ણ કે જેઓ સાતમી નરકમાંથી ભગવાન નેમિનાથના સાધુસમુદાયને ભક્તિપૂર્વક અપૂર્વ વંદના કરવાથી ત્રીજી નરકમાંથી આગામી ઉત્સર્પિણીમાં ૧૨મા અમલ તીર્થંકર થશે તેને કેમ ભુલાય? બધાનો ઉલ્લેખ ન કરતાં શ્રી ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન નવ ભદ્રિક જીવો જે તીર્થકરો થશે તે દષ્ટિપથ પર લાવીએ : (1) શ્રેણિક મહારાજા જેઓ અત્યારે મૃગલીની હત્યાના આનંદાતિરેકથી પ્રથમ નરકમાં છે; અને જેમને સુશ્રાવિક ચેલણાએ મિથ્યાત્વીમાંથી ક્ષાયિક સમકિતી બનાવ્યા તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. શ્રેણિક પુત્રના પ્રત્યેક ચાબખા વખતે જેમના મુખમાંથી “વીર, વીર' એવા શબ્દો નીકળતા, જેઓ વીરમય બની ગયેલા તેઓ મહાવીર સ્વામીની જેમ સાત ફૂટની કાયાવાળા, 72 વર્ષના આયુષ્યવાળા, ભારતમાં મહાવીરની ભૂમિમાં વિચરનારા થશે. તેમને મહાવીર કેટલા વહાલા હશે કે આ પ્રમાણેની સામ્યતા ! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી માર્ગસ્થ બનેલા પરમાહત કુમારપાળ તેમના પ્રથમ ગણધર થશે. (2) બીજા તીર્થંકર સુરદેવ તે ભગવાન મહાવીરના સંસારી કાકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org