SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો * 69 સુપાર્શ્વનાથનો જીવ થશે. શ્રી ભગવતીસૂત્ર'માં તેમનો પુષ્કલી એ નામથી ઉલ્લેખ કરાયો છે. (3) ત્રીજા તીર્થકર શ્રેણિકરાજાના પૌત્ર, કોણિકના પુત્ર, જેમનો પૌષધશાળામાં વિનયરત્ન નામના અભવ્ય સાધુથી ઘાત થયો હતો તે ઉદયનો (ઉદાયી) જીવ સુપાર્થ થશે. (4) ચોથા તીર્થંકર સ્વયંપ્રભ તે પોટ્ટિલ મુનિનો જીવ છે. (5) પાંચમા તીર્થંકર સર્વાનુભૂતિ જે દઢાયુ શ્રાવકનો જીવ છે. (6) સાતમા તીર્થંકર ઉદય તે શંખ (શતક) શ્રાવકનો જીવ છે. (7) દશમા તીર્થંકર શતકીર્તિ તે શતકનો જીવ છે. મહાશતકને 13 પત્નીઓ હતી. રેવતીએ ૧રને સળગાવી દીધી હતી. ત્યાર પછી પતિને ભોગ માટે આમંત્રે છે. તેઓ નકારી કાઢે છે ત્યારે એક વાર પૌષધમાં હતા ત્યારે ઝેર આપે છે તે જાણી તેને જણાવે છે કે સાતમે દિવસે તું નરકમાં જશે. ક્યાં આ રેવતી અને ક્યાં મહાવીર સ્વામીને ગોશાલાએ મૂકેલી તેજલેશ્યાથી ગરમીની પીડાને દૂર કરવા બીજોરા પાક વહોરાવનારી રેવતી ! તેના દ્વારા રોગને શાંત કર્યો હતો. (8) પંદરમા તીર્થંકર નિર્મમ તે સુલસા, રથકાર નાગરથની સુલક્ષણાપત્ની હતી. આ સુલસાને ભગવાન મહાવીર સ્વામીએ અંબડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો હતો. અંબડ તેના સમકિતથી આશ્ચર્યાવિત થયો હતો. (9) સત્તરમા તીર્થકર સમાધિ નામે થશે તે રેવતી શ્રાવિકાનો જીવ જાણવો. ભગવાનના દેડમાં થયેલી વ્યાધિ શાંત કરવા બીજોરા પાક વહોરાવ્યો હતો. વળી, ઉપરના નોંધેલાં નામો દિપાવલિકા કલ્પમાં આપેલાં છે. અનંતાનંત પુગલ પરાવર્તકાળમાં અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ કાળના પ્રવાહમાં વ્યતીત થઈ ચૂકી છે, થશે તેમાં થનારા તીર્થકરાદિ ભદ્રિક જીવોને ભક્તિસભર ભાવભરી ભૂરિ ભૂરિ ભાવભીની અવનત શીર્ષ પાદવંદના કરી મોક્ષ ગયેલા સિદ્ધાત્માઓની ગુણાનુવાદપુરઃસર સ્તુતિ કરી તેમાંથી ઉત્પન્ન થનારા પુણ્યાનુબંધી પુણ્યના આપણે સૌ ભાગીદાર શું ન થઈ શકીએ? જગચિંતામણિ ચૈત્યવંદનમાં અઠ્ઠાવયસઠવિય... ચઉવિસંપિ જિણવર... કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ... અવર વિદેહિ તિસ્થયરા ચિહુ દિસિ વિદિસિ જિકવિ તીઆણગયસંપઈમ્ વંદું જિણ સલૅવિ. 15 અબજ ઉપર જિનબિંબોને વંદનાની વાત અહીં કરી છે. તેવી રીતે જયવીયરાય (પ્રાર્થના સૂત્રોમાં લખ્યા પ્રમાણે વારિજ્જઈ જઈવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy