________________ 64 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સ્વામીના આગમનના સમાચાર આપનારને શરીર પરનાં આભૂષણો ન્યોચ્છાવર કરી દે છે ! તથા પ્રતિદિન પ્રભુભક્તિ માટે દરરોજ નવા નવા 108 સોનાના જવારાનો સાથિયો કરે છે. આ બધાથી પુણ્યાનુબંધી પુણ્ય તથા તીર્થકર નામકર્મ નિકાચિત કરી દે છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે બ્રાહ્મણકુંડ નગરમાં સમોવસર્યા ત્યારે ઋષભદત્ત અને દેવાનંદ બ્રાહ્મણકુળસંપન્ન ધર્મપત્ની સાથે પાંચ અભિગમપૂર્વક સમવસરણમાં આવે છે. દેવાનંદા પણ હાથ જોડી ભગવાનને વંદે છે. આનંદના અતિરેકથી રોમ વિકસિત થયા. શરીર ફૂલવા લાગ્યું, કંચુકીનું બંધન તૂટવા લાગ્યું, વયઃ પરિપાક થયે છતે સ્તનમાંથી દૂધધારા છૂટી પડી. આથી ઇન્દ્રભૂતિને તથા પરિષદને નવાઈ લાગી. વંદન કરી ગણધર ઇન્દ્રભૂતિએ પૂછ્યું, “હે ભગવાન ! આ લીલા શી છે ?' હે ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. મને જોઈ હર્ષ સમાતો નથી તેનું આ પરિણામ છે. દેવાનંદ બ્રાહ્મણી આર્યા ચંદનબાળા પાસે દીક્ષિત થયા, મુંડિત થયા, શિક્ષિત થયા, અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, નાનીમોટી ઘણી તપશ્ચર્યા કરી, સર્વકર્મોના ક્ષયપૂર્વક કેવળજ્ઞાન મેળવી મોક્ષપદના અધિકારી બને છે. (ભગવતી સૂત્ર શતક 9; ઉદ્દેશક-૩૩) બાહુ અને સુબાહુ મુનિઓ ભક્તિ તથા વૈયાવચ્ચ કરવામાં પ્રથમ પંક્તિના ભદ્રિક જીવો હતા. પીઠ અને મહાપીઠ મુનિઓ, અનુત્તર વિમાનમાં જનારા છતાં ઈર્ષા, માયા-અભિમાન ઊઠતાં તેમની વૈયાવચ્ચની પ્રશંસા સહન ન કરી શકતા ગુણસ્થાનકથી નીચે ઊતરી ગયા, પરંતુ બ્રાહ્મી અને સુંદરી થઈને ઉત્કૃષ્ટ આરાધના થકી મોક્ષે જનારા જીવ હતા. અભયકુમાર પાસેથી શ્રી આદિનાથની રત્નોની પ્રતિમાથી પ્રતિબોધિત થયેલા આન્દ્રકુમારને પૂર્વભવ યાદ આવ્યા. પૂર્વભવમાં તે સામયિક નામથી પ્રસિદ્ધ હતો. બંધુમતી તેની પત્ની હતી. સુસ્થિતાચાર્ય પાસે બંને દીક્ષા લે છે. એક નગરમાં પતિ-પત્ની પૂર્વના જે સાધુસાધ્વી થયાં છે તે સાથે મળે છે. તે સાધ્વીને ભોગ ભોગવવા જણાવે છે. બીજ જઈશ તો પણ મારો છેડો છોડશે નહિ તેથી અનશન કરી દેહનો અંત લાવે છે. આથી સાધુ પણ અનશન કરી દેહ ત્યજે છે. શુભ ધ્યાને મૃત્યુ પામી દેવ બને છે. ત્યાંથી ચ્યવી અનાર્યદેશમાં આદ્રકુમાર તરીકે જન્મે છે. મિત્ર અભયકુમારને મળવા ખાનગી રીતે વહાણમાં બેસી રાજગૃહી પહોંચે છે. પ્રતિમા પાછી મોકલી દીધી; સાધુનો વેશ લઈ સામાયિક ગ્રહણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org