________________ પળમાં પેલે પાર છે 63 તન્મયતાના મનથી પમાં આવવા રૂપે એક સમાન ક્ષણનાશ્ય બની ગયા. તેથી શું સિદ્ધિગિરિ માટે કાંકરે કાંકરે સિદ્ધ થયા એમ કહેવાતું હશે ! સુગ્રીવ નામના રમણીય સ્થળની બલભદ્ર નામનો રાજા હતો જેને મૃગાવતી નામની રાણી હતી. રાણીથી બલશ્રી નામનો પુત્ર હતો; પરંતુ તે મૃગાપુત્ર તરીકે ઓળખાતો હતો. સાધુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લેવા ઉદાત થયો. માતા-પિતા સાથે સંસારની અસારતા, તેઓ તરફથી દીક્ષિત જીવનની મુશકેલીભરી કઠિનાઈઓનો સુંદર પ્રત્યુત્તર આપી તે દીક્ષિત થઈ પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, બાહ્યાભ્યતર તપશ્ચર્યામાં ઉદ્યમવંત થઈ મમતા. અહંકાર અને આસક્તિને સમભાવે સહવા લાગ્યા, પછી ધ્યાનના બળથી કષાયોનો નાશ કરી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વિશુદ્ધ ભાવનાથી આત્માને ભાવિત કરી. ચારિત્ર પાળી, પ્રાંત અનસણ કરી શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા. વકલચીરી ભાડાની પડિલેહણ કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તે સ્થિતિ શુદ્ધ તદાકાર, તન્મય, તગતચિત્ત, તગતલક્ષાદિ યુક્ત ધ્યાનની પરમોચ્ચ કક્ષાનું પરિણામ હતું. તેણે ઉપકરણોની ઉપર લાગેલી ધૂળ દૂર કરતાં, પ્રમાર્જતા કમરેજનું પણ છે. માજન કરી કેવલ્ય પ્રાપ્ત કર્યું. શ્રેણિક રાજા વ્યસની અને માંસાહારી હતા. કોણિક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની રાણી ચેલ્લણાને તેનાં આંતરડાં ખાવાનો દોહદ થયો. અભયકુમારે યુક્તિથી તે દોહદ પૂરો કરાવ્યો. માતાએ બાળકને ઉકરડે નંખાવ્યો. કૂકડા દ્વારા તેની આંગળીઓ કરડી ખવાઈ. તેમાંથી નીકળતું પરુ તથા લોહી શ્રેણિક ચૂસી જતા તથા અલગ રીતે તેને ઉછેર્યો. અનાથમુનિના સમાગમથી જીવનમાં પરિવર્તન આવ્યું. ક્ષાયિક સમકિતી થયા. શ્રેણિકને જેલમાં પૂરીને કોણિક પ્રતિદિન સો ફટકા મરાવતો. સમતાપૂર્વક અરિહંત અરિહંત' બોલી તેઓ સહી લેતા. જેને બચાવ્યો છે તે કોણિક ખુલ્લી તલવારે શ્રેણિકને મારવા આવે છે ત્યારે આંતરધ્યાનમાં ચઢી જતાં પ્રથમ નરકે જાય છે. પરંતુ સમકિત ગુમાવ્યું ન હોવાથી આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થશે. મગધાધિપતિ રાજા શ્રેણિક ચટક રાજાની સુશીલ અને ધર્મપ્રિય પુત્રી વેલણાને પરણ્યા હતા અને જેણે પ્રૌઢ અવસ્થામાં પતિ શ્રેણિકને મહાવીરના ચરણે લાવી મહાવીરના ભક્ત બનાવ્યા તથા તેમની આજ્ઞાને અક્ષરશ: માનવા લાગ્યા ચારિત્ર લઈ ન શકવાનો વસવસો એટલો તીવ્ર હતો કે જેના પરિણામ રૂપે પ્રથમ તીર્થકર આવતી ચોવીસીમાં થશે. ક્ષાયિક સમકિતી બનેલા શ્રેણિક લાખ રૂપિયા ખર્ચી નેપાળની કામળી ખરીદી શકતા નથી; અને તે પણ પ્રાણપ્રિય પ્રિયા ચલણા માટે ! પરંતુ, મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org