________________ દર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મથુરા નગરમાં યમુન નામનો રાજા હતા. તે નગરની યમુના નદીના મુખ આગળ દડ નામના અણગાર આતાપના લઈ રહ્યા હતા. યમુન રાત નો વધ કર્યો. કોઈ અજ્ઞાત કારણથી કે પાપોદયથી: તેણે વધ કર્યો તેથી લોકો એ પણ ઢેફાં. ઈટોળાં, ઢેખાણાંનો મોટો ઢગલો કર્યો. સાધુ સમભાવથી વિચારવા લાગ્યા કે મારા પૂર્વકૃત કર્મો જ અત્યારે ઉદયમાં છે; કોઈનો અપરાધ નથી. શુક્લધ્યાન સમુલ્લસિત થતાં કેવળજ્ઞાન પામ્યા. અંતકૃત કેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. દીક્ષા લીધા પછી નાગિલાના પ્રેમપાશમાં આસક્ત બનેલા અને તેના નામનો જપ જપનારા જંબૂસ્વામીના ભવમાં આઠ આઠ નવોઢા સાથે પાણિગ્રહણના પ્રથમ પહોરે વૈરાગ્યની વાણીનો વરસાદ વરસાવનારા જંબુસ્વામીની વાણીના પ્રભાવથી આઠે નવોઢા ને વાર્તાલાપ સાંભળનારા પાંચસો ચોરો તથા પ્રત્યેક પત્નીના માતાપિતા અને પોતે એમ પર 7 જણાનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો. સોળ વર્ષની વયે દીક્ષા અને વીસ વર્ષની વયે કેવળજ્ઞાન. કેમ કે પળમાં પેલે પાર ! 45 આગમોમાં 11 ગણધરોમાંથી વધુ વર્ષો જીવંત રહેલા સુધર્માસ્વામી પોતે જંબુસ્વામીને સંબોધીને સમગ્ર આગમોમાં વિવિધ વિષયોની ગૂંથણી કરે છે. તે બધા આગમોમાં તેઓ બંને વચ્ચેનો સંવાદ હોય છે. કનકશ્રીએ પૂર્વભવમાં ગરીબ બ્રાહ્મણી તરીકે ધર્મચકત.' અને બીજાં તપથી કાયા ઓગાળી નાખી હતી. આટલાં બધાં તપનું ફળ મળી કે નહીં તેવા મિથ્યા વિચારથી બાંધલ પાપથી પછીના કનકશ્રીના ભવે પાપથી દુર્ગતિના કારણ એવા સંસારનો ખપ નથી; એમ માની તે સાધ્વી બની ગઈ અને એવું તે કેવું જીવન જીવ્યા હશે કે એ જ ભવમાં કેવળજ્ઞાન પામી મોટો જાય છે શાસ્ત્રમાં તો એવી વાતો નોંધાયેલી છે કે એક જ દિવસના ચારિત્રથી પણ કેવળજ્ઞાન અને મોક્ષે લઈ જનારું વિમાન ઉપલબ્ધ થાય છે. વળી, શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે શ્રી સિદ્ધગિરિ પર પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી સાથે પાંચ કોડ મુનિ, દ્રાવિડવારિખિલ્લ સાથે દશ ક્રોડ મુનિ, પાંચ પાંડવો સાથે વીસ કોડ મુનિ, શબ-પ્રદ્યુમ્ન સાથે સાડા આઠ ક્રોડ મુનિ મોક્ષે પધાર્યા હતા. તેઓ અણસણ કરી મોક્ષે ગયા. આ બધાએ નેતા ગણધરાદિમાં સ્વાત્મવિલોપન કર્યું, સર્વસત્વ સમર્પિત થઈ ગયા, નેતા તરીકે માનવમાં અહોભાગ્ય, તેમાં સર્વાધિકપણે આશ્રિત-આધીન, અર્પિત બની ગયેલા. પોતાનું અહં તજી ગુરુના આત્માનું પ્રતિબિંબ બની ગયા. જેમ એક ગારુડી મંત્રથી વિવિધ પ્રકારે ચડેલાં વિષ નાબૂદ થઈ જાય, એમ જુદા જુદા આત્માઓનાં વિધવિધ કર્મો પણ ગુર્વાધીનતા, ગુરુસમર્પિતતા, ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org