________________ પળમાં પેલે પાર 61 સ્થાનકની આરાધના કરી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષમાં જશે. તેટલીપુર નગરના કનકરથ નામે રાજાને પદ્માવતી નામની સુંદર અને ગુણિયલ પત્ની હતી. તેને તેટલીપુત્ર નામનો મહામાત્ય હતો. ગાદીના મોહને લીધે સંતાનને ખોડખાંપણવાળો કરતો જેથી ગાદી ન મળે. રાણીએ અમાત્યને વિશ્વાસમાં લઈ તેની પત્ની પોટ્ટિલાના પુત્ર સાથે પોતાના મૃત પુત્રની અદલાબદલી કરી; રાજા મરણ પામતાં પોટ્ટિલાના પુત્ર કનકધ્વજને ગાદી સોંપી અને તે પદ્માવતીનો પુત્ર છે તેવો પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. ધીમે ધીમે પોટ્ટિલ્લા પ્રત્યેનો અમાત્યનો પ્રેમ ઓછો થયો. તેથી વિરાગ પામેલી તેણીએ ચારિત્ર ધારણ કર્યું. પતિએ એ શરતે મંજૂરી આપી કે તે જો દેવ થાય તો પ્રતિબોધ કરવો. તેણીએ દેવ થયા બાદ કનકધ્વજ તરફથી અપમાનિત થાય તેવા પ્રસંગો યોજ્યા તેથી હતોત્સાહિત થયેલા તેણે આત્મઘાત કરવા પ્રયત્નો કર્યા જેવા કે ગળા પર તલવાર ફેરવવી, તાલપુટ વિષનું ભક્ષણ, ડાળીએ ગળામાં દોરડું ભેરવી લટકવું, શિલા સાથે પાણીમાં કૂદવું, ચિતામાં પ્રવેશ વગેરે. અંતરિક્ષમાંથી દેવ થયેલી પોટ્ટિલ્લાએ રહસ્ય સમજાવ્યું તેથી તેટલીપુત્ર સંસાર છોડ્યો, સંયમદશા સ્વીકારી, જાતિસ્મરણ જ્ઞાન, ચૌદ પૂર્વોનું સંસ્મરણ; મુનિએ જ્ઞાન, ધ્યાન, તપ, જપ વડે સંયમદશાને ખૂબ અજમાવી અને તેઓ કેવળજ્ઞાન પામી, સિદ્ધ, બુદ્ધ, નિરંજન થયા. શ્રી મહાવીર સ્વામી છબWકાળમાં વિચરતા વિચરતા વૈશાલી નગરીમાં ગયા; ચોમાસા માટે સ્થિર રહ્યા. ત્યાં જીર્ણશેઠે કાલદેવના મંદિરમાં કાઉસગ્નપ્રતિમામાં રહેલા ભગવાનને જોયા. હંમેશાં તેમના દર્શને આવતા, ચાર મહિનાના આકરા તપ કરતા તેમણે ભગવાનને જોયા. પારણા માટે પોતાને ત્યાં આવશે તેવી ધારણા-અભિગ્રહ રાખ્યો હતો. પરંતુ તેઓએ અભિનવ શેઠના ગૃહમાં પ્રવેશ કર્યો. દેવોએ (ભૂક) સોનૈયાની વૃષ્ટિ કરી. જીર્ણશેઠે અભિગ્રહ કર્યો અને ભેરી શબ્દ શ્રવણ થાય ત્યાં સુધી પરિણામ વૃદ્ધિ પામતાં ફળની પરંપરાએ તેનું ફળ છેવટે મોક્ષફળમાં પરિણમ્યું, જ્યારે નવીન શેઠે (અભિનવ શેઠે) ગૃહોચિત અતિથિને દાન આપ્યું, પરંતુ ગુણવાન પ્રત્યે બહુમાન-ભક્તિ-વિનયાદિકનો અભાવ હોવાથી મોક્ષફળની અપેક્ષાએ ઘણું નજીવું વસુધારા વગેરેનું અલ્પ દાનફળ મળ્યું; પરંતુ નિર્વાણફળ ન મળ્યું ! જે નગરીના મધ્યભાગમાં રત્નમય શિખરોથી યુક્ત દેવો વડે જિનેશ્વરોના સ્તૂપોનું નિર્માણ કર્યું છે અને જેનો પ્રભાવ સર્વ દિશાઓમાં પ્રસરેલો છે; એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org