________________ 60 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ચઢી જતાં કેવળજ્ઞાન આત્મસાત્ કરી લીધું; કારણ કે તેમણે પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળી આઠ પ્રવચન માતાનું પરિપાલન પરિપૂર્ણ પદ્ધતિએ કર્યું છે. વિજયસેનસૂરિ મહારાજના એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે “પાંચસો સુંદર હાથી ચાલ્યા આવે છે અને તેનો નાયક ભૂંડ છે.' વિનયપૂર્વક શિષ્ય અષ્ટાંગનિમિત્તના સારા જાણકાર ગુરુને તે વિષે પૂછ્યું કે આ સ્વપ્ન શું સૂચવે છે? ગુરુએ કહ્યું કે આજે પાંચસો શિષ્યોથી પરિવરેલા રુદ્રાચાર્ય આવે છે. ગુરુએ કહ્યું કે આ સાધુઓ સુવિદિત છે અને આચાર્ય અભવ્ય છે. આ કેવી રીતે જાણવું ? લઘુશંકાના સ્થાન પર ગુરુએ અંગારા પથરાવી દીધા. લઘુશંકા કરવા ગયેલા શિષ્યોના પગ નીચે કોયલા દબાવવાથી ચું ચું અવાજ થવા લાગ્યો. ‘નક્કી અમારા પગ નીચે ત્રસ જીવો ચંપાયા' એમ માની પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. થોડા સમય પછી રુદ્રાચાર્ય લઘુનીતિ કરવા ઊડ્યા. તેઓ સમજ્યા કે ત્રસ જીવો મારા પગની નીચે ચંપાઈ રહ્યા છે. તેઓ વધારે જોરથી પગ મૂકી બોલ્યા કે “આ કોઈ અરિહંતના જીવો પોકારતા લાગે છે.' સૂરિજીના શિષ્યોએ આ શબ્દો સાંભળ્યા. તેઓને ખાતરી થઈ કે આચાર્ય અભવ્ય છે કેમકે જેમને અરિહંત દેવમાં, તેમના પ્રવચનમાં, તેમનાં પ્રરૂપાયેલાં અહિંસા, સંયમ અને તપની મંગલમયતામાં શ્રદ્ધા નથી તેથી તેમનામાં સમ્યકત્વ કેવી રીતે સંભવી શકે? સવારે શ્રી વિજયસેનસૂરીશ્વરે કહ્યું કે “હે શ્રમણો ! તમારે આ ગુરુ સેવવા લાયક નથી, કેમ કે તેઓ કુગુરુ છે. આ હિતશિક્ષા સાંભળી જેવી રીતે સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેઓએ કુગુરુનો ત્યાગ કર્યો. શુદ્ધ ચારિત્રનું પાલન કરી ક્રમિક રીતે મોક્ષની પ્રાપ્તિ કરી. અંગારમઈક રુદ્રાચાર્યનો જીવ સમ્યક્ત્વના અભાવે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા કરતો રહેશે ! મોક્ષ મળે પણ તે પળમાં નહીં, પણ ઘણા ભવે તેનું એક ઉદાહરણ જોઈએ. જૈન શાસ્ત્રમાં દેવદ્રવ્ય, ગુરદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય પણ ઉપલક્ષણાથી ભક્ષણ કરનારની હાલત ઘણી કફોડી થાય છે. જેમકે દેવદ્રવ્ય અંગે સાગરશેઠની કથા વિખ્યાત છે. તેમણે દેવદ્રવ્યનો વેપારાદિ માટે ઉપયોગ કર્યો તેથી આલોચના વગર મૃત્યુ પામતાં ઘણા ઘણા ભવો જેવા કે મત્સ્ય, ચોથી નરકે, સાતમી નરકે, શ્વાન, ભૂંડ, ગધેડો, એકેન્દ્રિયના હજારો ભવો, વગેરેમાં જન્મી જિનમંદિરો બંધાવ્યાં, બંધાવેલાંની સારસંભાળ, દેવદ્રવ્યની વૃદ્ધિના ઉપાયો, વગેરેથી લાંબા સમય સુધી સત્કાર્ય કરતાં જિનનામકર્મ બાંધ્યું, પછી ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા લઈ, પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org