SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પળમાં પેલે પાર પ૯ અનુક્રમે આરાન કરે છે. નવમી રાણી મુક્તાવલી અને દસમી રાણી આયંબિલ વદ્ધમાણ (બનાસ્ત વર્ધમાન) તપ કરે છે. શિયળને અણિશુદ્ધ રીતે પાળીને નવ નારદો મુક્તિમાં ગયા તેને ઉદેશીને લખ્યું છે કે : 'એક જ શિયળ તણે બળે ગયા મુક્તિ મોઝાર રે.' જેણે પ્રભુનાં દેવદર્શન કર્યા સિવાય મોમાં કશું ન નાખવું તેવું વ્રત-અભિગ્રહ ધારણ કર્યું હતું તેની કસોટીમાં સાત-સાત દિવસ સુધી અણરોક્યો વરસાદ વરસી રહ્યો હતો, તેથી તેને સાત દિવસના ઉપવાસ થયા. ચક્રેશ્વરી દેવી વરદાન આપવા આવ્યા છે. દુનિયાની રિદ્ધિ-સિદ્ધિ આપે તેમ છે; પરંતુ આ ગરીબ નોકર હાથી વેચી ગધેડો ખરીદવા તૈયાર નથી. અરિહંત-ભક્તિ ઉપરાંત વૈરાગ્ય નિસ્પૃહતાદિ ગુણોથી આગળ વધતાં તીર્થકરેપણાનું પુણ્ય ઉપાર્જનારો બન્યા. આ હતો ગરીબ દેવપાલ. ઢોર ચરાવનાર એક સમયનો નોકર માત્ર એક “નમો અરિહંતાણં' પદ પામે છે. તેની રટણા એટલી જોરદાર કે પ્રવૃત્તિ સાથે વૈરાગ્ય-નિસ્પૃહતા તીવ્ર કરી નાખ્યાં. ‘નમો અરિહંતાણં'ની રટણાના બદલામાં કશી દુન્યવી વસ્તુની સ્પૃહા રાખી નહીં. પાણીના પૂરમાં તરી જતાં પેટમાં લાકડાનો ખૂટો પેસી ગયો. સમતાપૂર્વક નમો અરિહંતાણં'ની રટણા ચાલુ રાખી. તેથી ચરમશરીરી મોક્ષગામી થયો. પૂર્વભવના પુણ્યાનુબંધથી આ વ્યક્તિ તે સુદર્શન શેઠ. અભયા રાણીના તહોમતથી સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવાનો હુકમ થયો છે. તેની પત્નીએ અભિભવ કાયોત્સર્ગ ધારણ કર્યું છે. પૂર્વ જન્મમાં સમતાપૂર્વકના નમસ્કાર મહામંત્રના રટણથી શુળીનું સિંહાસન થયું અને તે ભવે ચરમશરીરી કેવળી થયા. ઉપરનાં વિવિધ દષ્ટાન્તોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિઓએ બાર ભાવના જેવી કે અન્યત્વ, એકત્વ અશરણત્વ, અશુચિત્વાદિ ભાવનાથી ભાવિત થયેલા આત્મામાં અસંપ્રજ્ઞાતપણે આત્મતત્ત્વનું આરોપણ કર્યું હતું અને તેના પરિપાકરૂપે આત્મામાં એટલી તીવ્ર ઝણઝણાટી-ગગદતા ક્રિયમાણ બની કે એથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પહોચી ગયા, પછી આત્મનિષ્ઠ, શાન્ત-પ્રશાન્ત બની અનાસક્તભાવ-અસંગયોગ સમતાયોગમાં આરૂઢ થઈ વીતરાગ થવામાં શુક્લધ્યાનના ચાર પાયા અને ત્યાંથી સીધો કૂદકો મારી શૈલેશી સ્થિતિમાં પહોંચી કેવળજ્ઞાન અથવા મોક્ષ, ઝણઝણાટી, ગગદતા અને શુભ ભાવોલ્લાસના ઉછાળા વિનાની માત્ર કોરી અનિત્ય ભાવના ચિંતવી હોત તો આમાંનું કશું પામત નહીં. માપતુષ મુનિએ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી તેથી તેમને ફક્ત બે શબ્દો જેવા કે મા તુષ, મા રુષ પણ કંઠસ્થ થઈ શકતા ન હતા. પરંતુ તેનાથી જેનું નામ માપતુ પડ્યું છે તેમણે કંઠસ્થ કરવાનું ચાલુ રાખ્યું અને એ ભાવનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy