________________ - 58 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન માર્ગમાં મળેલા પંદરસો તાપસોને દીક્ષિત કરી તેને અશીણ મહાનસી લબ્ધિ વડે ક્ષીરાન્સથી જમાડ્યા પછી, તેમાંના પાંચસો ગુરુના ગુરુ મહાવીર સ્વામી વિષે ખીર વાપરતાં આ પ્રમાણે વિચારે છે : પ્રભુવીર જેવા જગદ્ગુરુ અ પણને મળ્યા. કેવું પરમોચ્ચ સદ્ભાગ્ય ! એવી ભાવના ભાવતાં કેવળજ્ઞાન, બીજા પાંચસોને અષ્ટપ્રાતિહાર્યનું દૂરથી દર્શન કરતાં ક્ષપકશ્રેણિ અને કેવલ્ય પ્રાપ્ત થયું. તથા બાકીના પ00ને દૂરથી પ્રભુનું દર્શન કરતાં જ કૈવલ્ય પ્રાપ્ત થયું. - પરમાત્મા આદિનાથ શત્રુંજય તીર્થની યાત્રા કરી વિહાર કરતા હતા ત્યારે ગણધર પુંડરિક તથા અન્યને રોકાઈ જવાનું કહ્યું, કેમકે તમે તીર્થના પ્રભાવથી કેવળી બનશો. પ્રથમ તીર્થંકર ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી વિમલાચલ પર્વત પર પાંચ કરોડ શિષ્યો સાથે મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. પુંડરિક સ્વામી ચૈત્રી પૂર્ણિમાએ એક મહિનાનું અનશન કરી તીર્થભૂમિમાં કેવળજ્ઞાન પામ્યા. - શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માન્યતા પ્રમાણે તેમના 45 આગમાં પૈકી ૮મું આગમ અંતગડ દશામાં (અંતકૃત દશા) જેમણે સંસારનો અંત આપ્યો છે તેમને અંતકૃત કહેવાય છે. તેના પ્રથમ વગમાં અન્ધકવૃષ્ણિ રાજાની ધારિણીદેવીના દશ પુત્રોએ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈ બાર ભિક્ષુપ્રતિમા સેવી. ‘ગાગ રતનસંવત્સર' તપ કરી શત્રુંજયગિરિ પર અનશન કરી મોક્ષે ગયાનો અધિકાર છે. બીજા વર્ગોમાં રાજારાણીના અન્ય આઠ પુત્રો વિષે પણ આવો ઉલ્લેખ છે. ત્રીજા વર્ગમાં ગજસુકુમારનો ઉલ્લેખ છે. ચોથા વર્ગમાં દસ યાદવકુમારો જેવા કે : જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસણ, વારિસેણ, પ ન્ન, સંબ, અનિરુદ્ધ, સચ્ચનેમિ અને દઢનેમિનો અધિકાર છે. દસે નેમિનાથ પ સે દીક્ષા લઈ. અંતકૃત કેવળી થઈ શત્રુંજય પર અનશન કરી મોક્ષે ગયા છે. પાંચમાં વગમાં કૃષ્ણની આઠ રાણી (ઉમાવતી, ગોરી, ગાંધારી, લકખણા, સુસીમા, જંબુવઈ, સભામાં, રૂપ્પિણી) અને એના પુત્ર શામ્બની બે પત્ની દીક્ષા લઈ મોક્ષે જાય છે એ અધિકાર છે. છઠ્ઠા વગના ૧૫મા અઝયણમાં બાલમુનિ અતિમુક્તનો અધિકાર છે. તેઓ પણ ગુણરત્નસંવત્સરાદિ તપશ્ચર્યા કરી કેવળી બને છે. ૧૬મા અન્ઝયણમાં રાજા અલખ (અલક્ષ) નેમિનાથ પાસે દીક્ષા લઈ મોક્ષે જાય છે એમ કહ્યું છે. - સાતમા વગમાં શ્રેણિક રાજાની 13 રાણીની વાત આવે છે. આઠમામાં તેની બીજી 10 રાણીનો અધિકાર છે. પહેલી ચાર રાણી અનુક્રમે રત્નાવલી, કનકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિનિષ્ક્રીડિત તપો કરે છે; પાંચમાથી આઠમી સપ્તપ્રમિકા, લધુસર્વતોભદ્રા, મહાસર્વતોભદ્રા અને ભદ્રોત્તર પ્રતિમાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org