________________ પળમાં પેલે પાર છે પ૭ મહાનિશીથમાં આલોચનાની વિધિ બતાવી છે. આયંબિલ, અઠ્ઠમ, આયંબિલ ખમાવવું વગેરે. સાધ્વીઓને આલોચનાની ભયંકરતા લાગી. આલોચના માટે બે અધ્યયનો જોરદાર છે. અનાલોચિત કશું રખાય નહીં, તેવું ભાન થતાં ગુરુ પાસે જઈને પેટ છૂટી વાત કરવાની ભાવના થતાં ગુરુ પાસે જતાં પહેલાં જ કેવળજ્ઞાન ! કેટલીક ગુરુ પાસે જવા ઊભી થઈ; મારું બધું જ પાપ કહી દઉં - પોતાની જાત પર અત્યંત ધૃણા થઈ. દેહની કોટી આસક્તિ અને અનાસક્ત ભાવમાં આગળ કદમ રાખતાં વીતરાગી દશા અને કેવળજ્ઞાન ! મહાનિશીથ પ્રમાણે કેટલીક સાધ્વીઓ હાય ! કેવું મેં અધમ પાપ કર્યું ? ચાલ ગુરુ પાસે આલોચી શુદ્ધિ કરું' એમ વિચારી ગુરુ પાસે ચાલવા લાગી, પહોંચી નથી, ત્યાં રસ્તામાં શુભ ભાવ વિકસતાં કેવળજ્ઞાન ! કેટલીક ગુરુ પાસે આલોચનનિવેદન કરતાં કરતાં કેવળી બની ગયાં ! ત્યારે કેટલીક પ્રાયશ્ચિત્ત યાચતાં, કેટલીક ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સ્વીકારતાં, ભાવવૃદ્ધિમાં કેવળજ્ઞાન પામ્યાં ! કુષ્માપુતચરિયમમાં (કૂર્માપુત્ર ચરિત્ર) કુષ્માપુત્ર માતાપિતાની અનન્યભાવે તલ્લીન થઈ છ મહિના સેવા વૈયાવચ્ચ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સિદ્ધપદની આરાધના કરવાથી હસ્તિપાલ રાજા તીર્થકર થયા હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી ગૌતમ ભગવંત દીક્ષિત થયેલા મામા મહારાજ, સાલમુનિ અને મહાસાલમુનિ જે તેમના પુત્ર હતા તેમને સાથે લઈ ભાણેજ ગાગલી રાજાને પ્રતિબોધિત કરવા ચંપાનગરીમાં પધાર્યા. દેશના સાંભળી વિરક્ત ગાગલીએ પુત્રને રાજ્યભાર સોંપી માતા-પિતા સાથે દીક્ષા લીધી. પાંચેય મુનિવરો સાથે તેઓ ભગવાન પાસે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ પાંચેયને કેવળજ્ઞાન થયું ! બધા ચંપાપુરીમાં આવ્યા. પાંચેય પ્રભુને પ્રદક્ષિણા તથા ગણધર ગૌતમને વંદના કરી કેવલીની પર્ષદામાં બેસી ગયા. તરત :ૌતમે તેઓને કહ્યું : “પ્રભુને વંદન કરો.' પરમાત્માએ કહ્યું : ગૌતમ, કેવળીની આશાતના ન કરો. પાંચેયને માર્ગમાં કેવળજ્ઞાન પ્રગટ્યું છે.' પંદરસો કેવળી તાપસો પણ જ્યારે કેવળી પર્ષદામાં બેસવા જતા હતા ત્યારે ગૌતમ સ્વામીએ તેમને તેમ કરતાં રોક્યા હતા. પરંતુ ભગવાને કેવળીની આશાતના ન કરવા ફરમાવ્યું હતું. આ પ્રસંગે વિગતે સમજીએ. ગૌતમ સ્વામી પોતાના પચાસ હજાર શિષ્યો તથા પંદરસો તાપસ શિષ્યોને કેવળજ્ઞાન થતાં હતાશ થઈ ગયા. તેમને યાદ આવ્યું કે જે વ્યક્તિ સ્વલબ્ધિથી એક દિવસ અષ્ટાપદ પર્વત પર પહોંચી દેવાર્ચના-વંદના કરે તેને કેવળજ્ઞાન થાય. તે વિધિ પાર ઉતારી પુંડરિક અધ્યયનની રચના કરી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org