SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પદ * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભરમાવી એવું કાવતરું કર્યું કે સ્કંદકાચાર્ય અને તેમના 500 શિષ્યોને ઘાણીમાં પીલવાનું નક્કી થયું. પાપી પાલકે તે પ્રમાણે ઘાણીમાં પીલવાનું શરૂ કર્યું. તેમણે પ્રત્યેક સાધુને અંત સમયની આરાધના કરાવી કે જેથી તેઓ પાપકર્મ લઈને આવેલા, (પરંતુ શુભાનુબંધી એટલે કે વૈરાગ્ય આદિ સદ્બુદ્ધિના સંસ્કારવાળા પાપકર્મ) તેથી શરીર પર રાગ ન રાખ્યો. યંત્રમાં પીલવાની ઘોર વેદના છતાં જ્વલંત વૈરાગ્ય ! સમતા ! ને તેથી ૭માં, ૮મા, ૯મા, ૧૦માં ગુણસ્થાનકે ચઢી તેથી આગળ વધુ ઊંચે ૧૩મે કેવળજ્ઞાન અને ૧૪માના અંતે મોક્ષ પામી ગયા ! તે બધાને આરાધના કરાવનાર સ્કંદકાચાર્યે બાળમુનિની પહેલાં તેમને પીલો એવી માગણી નકારતાં તેઓ રૌદ્ર ધ્યાનમાં સરી પડ્યા અને વિરાધક બન્યા ! પૂર્વજન્મમાં કરેલા તીવ્ર પાપને લીધે સુધાવેદનીય કર્મના તીવ્ર ઉદયથી ભૂખ્યા ન રહી શકનારા કરગડ મુનિ સાંવત્સરિક મહાપર્વના પનોતા દિવસે ઘડો ભરી ચોખા વહોરી લાવ્યા. ચાર મહિનાના ઉપવાસી મહાતપરવી મુનિઓની અમીદ્રષ્ટિથી ભોજનને પવિત્ર કરવા આ અણગારે ભાતનું ભોજન તેમને દેખાડ્યું. આ તપસ્વીઓને કરગડુનું આત્મલધુતાસૂચક વિનય અને નમ્રતાપૂર્ણ શુભ વર્તન નફફટાઈ અને ઉદ્ધતાઈના પ્રદર્શન રૂપે લાગ્યું. તેઓ અણગમો છાનો ન રાખી શક્યા. પાત્રમાં તેઓ ઘૂંક્યા. ભોજનના પાત્રમાં મુનિઓનું થૂક જોઈને કુરગડ નાચી ઊઠ્યા. મારા લૂખા ભાતમાં તેઓએ ઘી નાખ્યું ! મારું દળદર ફીટ્યું. તેઓનું ઘૂંક મહાઔષધિ છે. તેનાથી મારો તીવ્ર સુધાવેદનીયનો રોગ નાબૂદ થઈ જશે. ભાવનાની ધારાએ ચઢેલા કુરગડ, તપસ્વીના તપને હોંશે હોંશે અનુમોદતા ભાત ખાઈ ગયા. કુરગડુએ ઉપશમભાવના વડે કષાયના મેલને કેવો કાઢ્યો હશે જેથી તેમનું હૃદય આવું પારદર્શક બન્યું ! ન કોઈ ક્રોધ, ન કોઈ પ્રતિક્રિયા, ન કોઈ ઠપકો, ઊલટું શાંતિ ! ઘૂંકમાં ધીની કલ્પના કરવા માટે મન કષાયની પીડાથી કેવું મુક્ત જોઈએ અને ગુણાનુરાગ કેવો તીવ્રતમ કક્ષાનો હોવો જોઈએ ! ઘૂંકથી મિશ્રિત ભાત ખાતાં મુનિશ્રેષ્ઠના હૃદયમાં ભાવસૃષ્ટિ સર્જન પામી. ઉપશમભાવનાએ સીમાડાઓ ઉલ્લંઘી, તેઓ ક્ષણાર્ધમાં એક ભવ્ય ભાવના નિકુંજમાં પહોંચ્યા, જ્યાં અનંતલબ્ધિ તેમના ચરણકમળમાં આળોટવા લાગી, વીતરાગદશાએ પહોંચ્યા, અનંતજ્ઞાન-દર્શન-વર્યાદિ તેમની મૂડી બન્યું. શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી. ક્ષમાભાવનાનું શુભ ફળ-આત્મસ્વરૂપનું પ્રાગટ્ય પ્રાપ્ત કર્યું. આથી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરી રહેલા ચાર મુનિઓને પણ કેવળજ્ઞાન થયું. કુરગડુએ જો ક્રોધ કર્યો હોત તો કેવળજ્ઞાન દૂર રહ્યું હોત ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy