________________ 20 મુહપત્તિનું પડિલેહણ મુહપત્તિને મુખવસ્ત્રિકા પણ કહેવામાં આવે છે. મુખ આગળ રાખીને બોલવાનું હોવાથી તેને મુહપત્તિ કહેવામાં આવે છે. મુહપત્તિ વાણીનો વિવેક રાખવાની શુદ્ધબુદ્ધિ પ્રેરે છે. ચોક્કસ વિધિમાં પ્રવેશ પામવા માટે મુહપત્તિનું પડિલેહણ અતિ આવશ્યક મનાયેલું છે. સામાયિક લેતાં પહેલાં, સામાયિક પાળતાં, પાંચ પ્રકારનાં પ્રતિક્રમણોમાં, ત્રીજા અને છઠ્ઠા આવશ્યક વખતે મુહપત્તિનું પડિલેહણ કરાય છે. પી અને સંવત્સરી પ્રતિક્રમણની પૂર્ણાહુતિ પ્રસંગે પણ મુહપત્તિનું પડિલેહણ કરાય છે; કારણ કે પ્રતિક્રમણ પૂર્ણ થવા આવ્યું છે, તેના સૂચન રૂપે તથા મુહપત્તિના બોલના ભાવ સિવાય બીજો ભાવ આવી ગયો હોય તેની શુદ્ધિ માટે મુહપત્તિનું પડિલેહણ થતું જણાય છે. મુહપત્તિના 50 બોલ હોય છે, તેમાં 25 બોલ શરીરનાં અંગોની પ્રતિલેખના કરવા માટે છે; તથા બાકીના 25 બોલ મુહપત્તિના અનુસંધાનમાં ઉપયોગ માટેના છે. પ્રતિક્રમણ ગુરુસાક્ષીએ કરવાનું છે તેથી ત્રીજા આવશ્યકની મુહપત્તિ છે; નવા પાપના પચ્ચખાણ સ્વરૂપ છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ છે, તે પ્રતિક્રમણની સમાણિરૂપ છે. પડિલેહણ શબ્દ પણ પ્રતિક્રમણના અંગભૂત છે. મુહપત્તિ આદિ ઉપકરણો ધર્મારાધનામાં પ્રવેશેલા પ્રત્યેક વિવેકી આત્માને મોક્ષપુરીમાં લઈ જનારી નિસરણીના ઉત્તમ પગથિયા રૂપ છે, ચાહે તે મુહપત્તિ હોય કે ચરવળો, ઓઘા હોય કે કટાસણું કે પછી નવકારવાળી હોય. મુહપત્તિના 50 બોલમાં મનોવિજ્ઞાન સાથે ભારોભાર અધ્યાત્મ વિજ્ઞાન પણ રહેલું છે. જે સમયે જીવ જે જે કાર્ય કરે છે તેમાં કયા સ્થાને વધુ આત્મપ્રદેશોનું સંચલન થાય છે તેની જાણકારી માટે મુહપત્તિનું પડિલેહણ છે. અહીં શાસ્ત્રોક્ત વિધિ સાચવવાની હોય છે, જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા સંવિધાનના અંગભૂત વિધિનું બહુમાન સ્વયં જિનેશ્વરનું બહુમાન છે અને તેની અવગણના શ્રી જિનેશ્વરની આજ્ઞાની અવગણના સમાન છે. આજે તથા વર્ષો પૂર્વે પણ મુહપત્તિના 50 બોલ વિધિપૂર્વક કરનારાની સંખ્યા અત્યંત સ્વલ્પ રહી છે. પ્રથમ તો 50 બોલ જ આવડતા નથી અને વિધિપૂર્વક કેમ પડિલેહણ કરવું તે સમજની બહાર છે. એટલું જલદી અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org