________________ - - - મુહપત્તિનું પડિલેહણ - 161 પણ ગમે તેમ પૂરું કરી દેવાની મનોવૃત્તિ સ્પષ્ટ તરી આવે છે. તે સમજપૂર્વક કરવાની દાનત તથા મનોવૃત્તિનો અભાવ જણાઈ આવે છે. વેઠ ઉતારતાં હોય તેવું લાગે ! | મુહપત્તિના 50 બોલમાં પ્રારંભના 25 બોલ શરીરના અંગોની પડિલેહણા કરવા માટે છે. અંગાંગની પ્રતિલેખના દેહભાવ દૂર કરી ત્યાં ત્યાં આત્મભાવ પ્રતિષ્ઠિત કરવાના નિર્મળ આશયના અંગરૂપ છે. પાપકરણ વૃત્તિના વળગાડથી જીવને નિષ્પાપ બનાવવાનો સહેતુ શાસ્ત્રવિધિમાં રહેલો છે. આવી વિધિમાં એકાકાર થઈ જવાથી શું મળી શકે તે ઇરિયાવહી કરતાં કરતાં અતિમુત્ત બાળમુનિ કેવળી થઈ શક્યા. મુહપત્તિનું પડિલેહણ ઉભડક પગે કરવાનું વિધાન જીવદયાના હેતુપૂર્વકનું છે. બે હાથને બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તિનું પડિલેહણ સંલીનતા તપના ભાગ રૂપ છે. ઉભડક પગે કરવાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે. યોગના આસનોમાં આને ગોદોહનને મળતું બતાવી શકાય. મુહપત્તિનું પડિલેહણ કરતી વખતે મુહપત્તિના બંને છેડા બંને હાથ વડે પકડી મુહપત્તિ સામે દષ્ટિ સ્થિર કરી સૂત્ર-અર્થ-તત્ત્વ સદહું કહેવું જોઈએ. વિચારતાં એમ લાગે કે સૂત્ર અને તેના અર્થને જાણ્યા પછી સંતોષ ન પામતાં વાણીને આચરણમાં લાવી તત્ત્વ પામવાનું છે, જે આધ્યાત્મિક પ્રક્રિયા સમગ્ર પ્રતિક્રમણમાં દૂધમાં રહેલા ઘીની જેમ રહેલી છે. કેમ કે ઇરિયાવહી ભણીને તત્ત્વ પામનાર અઈમુત્તા સાચો જ્ઞાની છે, જ્યારે સાડા નવ પૂર્વ ભણેલો તત્ત્વ ન પામે તો અજ્ઞાની છે. પછી મુહપત્તિના જમણા ભાગને ખંખેરતી વખતે સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું આ ત્રણ બોલ બોલાય છે. પ્રત્યેક બોલમાં તત્ત્વમીમાંસા, અનુપ્રેક્ષા રહેલી છે. જેમ કે એક આ ઉદાહરણ લઈએ. આઠ કર્મોમાં મોહનીય કર્મ કેન્દ્રીય સ્થાને છે. તે દૂર થતાં સાધક હરણફાળે આગળ વધી શકે છે. મોહનીય કર્મના મુખ્ય બે વિભાગો છે : (1) દર્શન મોહનીય અને (2) ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીય માન્યતા મૂંઝવે છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નકારે છે, જ્યારે ચારિત્ર મોહનીય વર્તનને વિકૃત બનાવે છે. દર્શન મોહનીયના ત્રણ પ્રકારો ઉપર બતાવ્યા છે. આત્મા પોતાના અધ્યવસાયથી મિથ્યાત્વના પુદ્ગલ શુદ્ધ કરે, તે શુદ્ધ થયેલા યુગલોને સમ્યકત્વ મોહનીય કહેવાય. મિથ્યાના પુગલો અડધા શુદ્ધ થાય અને અડધા અશુદ્ધ રહે તેને મિશ્રમોહનીય કહેવાય. તેના ઉદયમાં અનિશ્ચિત દશા પ્રવર્તે, દૂધ અને દહીમાં પગ રાખે. અશુદ્ધ પુદ્ગલો કે જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વ જૈન-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org