________________ ૧દર જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મોહનીય કહેવાય. આવી સમજ સાથે આ ત્રણ બોલ બોલવા. મોહનીય કર્મ તત્ત્વ પામવામાં જીવને મૂંઝવે છે, અસતમાં સતની ભ્રાંતિ કરાવી તેને ગુમરાહ બનાવે છે. મુહપત્તિના ડાબા ભાગને ખંખેરતી વખતે “કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહર' બોલાય છે. હૈયામાં રહેલા આ ત્રણ રાગ ધર્મને સમજવામાં બાધારૂપ નીવડે છે. મુહપત્તિને ત્રણ વાર ફેરવી તેનાં બે પડ વાળવા પૂર્વક મધ્યભાગથી વળાય છે અને હથેળીથી ખભા સુધી પડિલેહણ કરતાં ‘સુદેવ, સુગર સુધર્મ આદરું બોલાય છે. ડાબા હાથને અડે તેવી રીતે ત્રણ વાર ઘસીને નીચે ઉતારતાં ‘કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું' બોલાય છે. ત્યારબાદ ડાબી હથેળીથી કોણી સુધી મુહપત્તિ અધ્ધર રાખી અંદર લઈ બોલીએ છીએ : “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું.' આ ત્રણે મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન જેના વડે થાય તે દષ્ટિ. જિનવચનમાં જરા પણ સંદેહથી દૃષ્ટિ ડોહળાય છે. ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન ઉપાર્જિત કરવામાં ખરી સહાય સમ્યગ્દષ્ટિએ કરી. વીંટી પડી જવાથી લાગેલા ઝાટકાએ ઘાતી કર્મોનો નાશ કર્યો. સુલતાના લક્ષપાત તેલના 3 શીશા પડી ગયા, તેલ ઢોળાઈ ગયું. પણ તેલ ઢોળાઈ ગયું તેની એક રૂંવાડામાં વ્યથા નથી. વ્યથિત થયા ખરા પણ તે મુનિ વહોર્યા વિના પાછા ગયા તેથી હતું. સુલસાના સમ્યકત્વને મધ્યાહ્નના સૂર્ય જેવું ઝળહળતું વર્ણવાયું છે. આરાધનામાં જેટલું મૂલ્ય કીકીનું છે તેટલું મહત્ત્વ સમ્યગ્દષ્ટિનું છે. તે આત્માની આંખ છે, સમ્યજ્ઞાન આત્માની પાંખ છે, સમ્યગ્દર્શનમૂલક જ્ઞાનની, પરિણતિ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી જીવ સમ્યગુ ચારિત્રને પાત્ર બને છે. સમ્યગચારિત્રથી સર્વવિરતિપણું મળે. તેથી સમ્યગૂજ્ઞાન, દર્શન, ચારિત્રને અણમોલ રત્નત્રયીની ઉપમા આપી છે. ત્યાર પછી ત્રણ ટમૅ મુહપત્તિ બહાર કાઢતાં “જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના પરિહરું.” વળી એ રીતે ત્રણ ટર્પે મુહપત્તિ અંદર લેતાં “મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ' બોલાય છે. ત્યારબાદ ત્રણ ટપે બહાર કાઢતાં “મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહર' બોલાય છે. આમ આ 25 બોલ પાતરા, કપડા, આદિના બાહ્ય ઉપયોગમાં લેવાતાં ઉપકરણોના પડિલેહણ વખતે પણ બોલાય છે, કારણ કે બાહ્ય સામગ્રીની મૂછ આત્માને મૂચ્છિત યાને ઉપભોગભ્રષ્ટ કરે છે. આવી મૂછને હટાવવામાં આ 25 બોલ મહામૂલા મંત્રતુલ્ય છે. આ 25 બોલથી મંત્રેલાં કપડાં આદિ ઉપકરણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org