________________ ધર્મસંન્યાસ - 159 પ્રવૃત્તિમાં પરિણમતું હોવાથી, કહી શકાય કે જ્ઞાન જ પ્રવૃત્તિરૂપ બન્યું. એનું નામ જ્ઞાનયોગ. જેને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય, જે તત્ત્વજ્ઞાન પ્રવૃત્તિ દ્વારા સંવેદન અને અનુભવમાં આવે છે. અહીં પ્રવ્રજ્યા જ્ઞાનયોગના સ્વીકારરૂપ હોઈ એમાં સર્વ પાપપ્રવૃત્તિરૂપ ધર્મોનો ત્યાગ હોવાથી, ત્યાં અતાત્ત્વિક ધર્મોનો સંન્યાસ (ત્યાગ) થયો કહેવાય. તાત્ત્વિક યતિના દશ ધર્મો ક્ષમા, તપ, સંયમાદિ જકડવાના છે, પકડી રાખવાના છે, આત્મસાત્ કરવાના છે. આ ગુણધર્મો પ્રારંભે ક્ષયોપશમ પ્રકારના હોય છે, એનો ત્યાગ કરી તેને ક્ષાયિક કોટિના કરવામાં આવે છે. આ તાત્ત્વિક ધર્મસંન્યાસ. તે કાર્ય દ્વિતીય અપૂર્વકરણ સમયના પ્રથમ સામર્થ્યયોગથી થાય છે. માટે તે ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ છે. ક્ષાયોપથમિક ધર્મસંન્યાસ થતાં આત્મા વીતરાગ બને છે અને અનંતજ્ઞાનયુક્ત, અનંત-દર્શનયુક્ત, અનંતવીર્યાદિ લબ્ધિવાળો બને છે. આના જેવો બીજો જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે “યોગસંન્યાસ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org