________________
૪૨. • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
તેણે કહ્યું : “પ્રભુ ! હું માફી માગું છું, મને ક્ષમા કરો. મેં સામો ક્રોધ કર્યો નથી તેથી ક્ષમાને અવકાશ નથી. ગઈકાલે થુંકતાં જોયા, આજે પગમાં માથું મૂકી રડતાં જોઉં છું.'
છેવટે તાત્પર્ય એ છે કે પ્રતિકર્મ ગુલામી છે. કોઈ આપણી પાસેથી ઇચ્છા વિરુદ્ધ પરાણે કાર્ય કઢાવી લે છે ત્યારે આપણે માલિક ન રહેતાં, બીજા પ્રમાણે ચાલનારા, બીજાની ઇચ્છાને અનુસરનારા બની ગયા પછી બીજાનું આપણા ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત થઈ જાય છે.
એક વખતનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ કરુણા અને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. આવા પાવન આત્માઓ સાથે વેરવૃત્તિ અને અસહિષ્ણુતાના વિષમ ભાવો રાખનારા જઘન્ય કોટિની વ્યક્તિઓ પણ હોય છે. વિહાર કરી રહેલા બુદ્ધના માર્ગમાં એક વ્યક્તિ આવી અને ન કહેવાના શબ્દો કહેવા લાગી. પ્રબુદ્ધઆત્મા બુદ્ધ તે શબ્દો પચાવી ગયા, ગળી ગયા, પી ગયા. પરંતુ તેમના શિષ્યોથી તેનું આવું અસભ્ય વિવેકહીન વર્તન સહન ન થયું. ભગવાને કશી પ્રતિક્રિયા ન કરતાં શાંતિપૂર્વક તેના શબ્દો સાંભળી લીધા ત્યારે આનંદ નામના શિષથી આ વાત સહન ન થઈ. તેણે કહ્યું : “આવી ક્રૂરતાનો કશો જ જવાબ નહીં ?' - બુદ્ધ બોલ્યા : “તે માણસ દૂરથી આટલી મહેનત લઈ આવા ભાવો સાથે આવી રહ્યો છે, તેના મનનો ઊભરો ઠાલવી રહ્યો છે. તેનો તે અધિકાર છે. એના એ સ્વાતંત્ર્ય અને અધિકારમાં દખલ કરનાર હું કોણ ? તેની વાણી મારા હૃદયમાં સ્પંદન, કંપન જન્માવી શકે, મારા અંતરાત્માને ડહોળાવી નાંખે તો મારો પોતાનો મારા પર અધિકાર નથી. તેથી મારા સંચાલનની દોરી હું તેને સોંપવા તૈયાર નથી. તે તેના મનનો માલિક, હું મારા મનનો માલિક છું. તેને યોગ્ય લાગે તેમ તે વર્તે, મને યોગ્ય લાગે તેમ હું હતું. તેનાથી દોરવાઈ જાઉં એવો તું મને નબળો ધારે છે ?'
ભગવાનની આ પ્રકારની વાણીથી આનંદ ભાવવિભોર થઈ ગયો ! આનંદના હૃદયને તે સ્પર્શી ગઈ. તેનું દુઃખ દૂર થઈ ગયું. ભગવાન બુદ્ધમાં અજબગજબનાં પ્રભુતાનાં દર્શન કર્યા.
આવી વિભૂતિને ગીતાના શબ્દોમાં સ્થિતપ્રજ્ઞ અને જૈન દર્શનની રીતે તેને સમકિત કહી શકીએ. ગીતા કહે છે :
સ્થિતપ્રજ્ઞસ્ય કી ભાષા, કિં આસિત વજેતા કિમ્ |
...સમન્વ યોગ ઉચ્યતે.. ટૂંકમાં, સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને સમકિતનાં લક્ષણો સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org