________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 239 જાગરૂક થઈ ઉપયોગપૂર્વકની આરાધના ધર્મ માટે કરવી જોઈએ ને? અણુ જેટલી ક્ષતિ માટે મેરુ જેવડી શિક્ષા ! વિશાળ, સમૃદ્ધ પુણ્યનો પ્રાભાર હોવા છતાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાયુ તરીકે જન્મી નગણ્ય એવી નાની ક્ષતિ કે તપશ્ચર્યાના અભાવમાં એકાવતારીને 33 સાગરોપમની શિક્ષા ! તેથી પ્રાર્થના કરીએ કે જે એ લોગરસ ઉત્તમ સિદ્ધા આરૂગબૉહિલાભ સમાવિરમુત્તમં દિg (લાગલ્સદ). અહીં ભવ આરોગ્ય, સમ્યક્ત તથા ઉત્તમ સમાધિ ઇચ્છવામાં આવી છે. સુખમાં અને દુઃખમાં સારભૂત એક માત્ર ધર્મ છે. માટે ધર્મ સર્વસ્વ છે, ધર્મ ભાઈ છે, ધર્મ પિતા છે, ધર્મ માતા છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ભાઈની, પિતાની, માતાની ગરજ સારનાર ધર્મ છે. સંસારનાં માતા, પિતા, ભાઈ વગેરે આપણી જે સંભાળ લે છે તે ધર્મનો પ્રતાપ છે. ધર્મ ન હોય તો પિતા, માતા, બહેન, ભાઈ, પતિ, પત્ની, પુત્રો કોઈ દરકાર નહીં કરે. ધર્મ પુણ્યરૂપે ઉદયમાં હશે તો સગાં સગાં થશે, મિત્ર મિત્ર રહેશે. પુત્ર મરતાં બાપા કહે, ખબરઅંતર પૂછે, સેવા કરે એ ધર્મના પ્રતાપથી. સંસારની કોઈ સામગ્રી કે સંબંધી જે કામ ન લાગે ત્યારે ધર્મ કામ લાગે, શાતા ઉપજાવી શકે. અશાતાના ઉદયમાં સમાધિમાં રાખી શકે તેથી હુંફ ધર્મની હોવી જોઈએ ને ? તો પછી ધર્મ માટે ક્યાં જવું ? સોના માટે ઝવેરી, કાપડ માટે કાપડિયો, શાક માટે કાછિયો, પૈસા માટે શાહુકાર, રોગ માટે ડૉક્ટરની પાસે જવું પડે તેમ ધર્મ પામવા સાધુ પાસે જવું પડે ને ? સાધુ સૌ પ્રથમ શું બતાવે ? તેના પદ પ્રમાણે સર્વવિરતિ ધર્મ જ બતાવે ને ? તે માટે સર્વવિરતિ જોઈએ ને? પરંતુ બધાં કંઈ સર્વવિરતિ સ્વીકારી શકે તેવાં ન હોય ને ? તેવા સામર્થ્યના અભાવે તે ધર્મ ગમી જાય તો પણ સામર્થ્યના અભાવે સંસાર તરવા માટે આ જ સાચું પગલું છે પણ તે અશક્ય હોવાથી, આચરી શકાય તેમ ન હોવાથી, તેવો ધર્મ બતાવો કે જેના દ્વારા સર્વવિરતિ ધર્મ પછી પામી શકાય. ત્યારે ગુરુ ભગવાન દેશવિરતિ ધર્મ બતાવે, પણ તે જીવ દેશવિરતિ ધર્મ સ્વીકારવાના સામર્થ્યવાળો ન હોય તો તેને સમ્યક્તના આચારાદિ બતાવે. એવા જીવો પણ હોય કે જેમની પાસે એટલી પણ યોગ્યતા વિકસી ન હોય, તેવા જીવોને માર્ગાનુસારિતાના આચાર બતાવે, કારણ કે માર્ગાનુસારિતાના આચારો એવા છે કે જે આચારોને પાળતાં પાળતાં ક્રમે ક્રમે જીવ ઉપરના પગથિયે ડગ માંડી ધર્મની પ્રાપ્તિ માટે તૈયાર થઈ યોગ્ય બને. જીવ ધર્મની પ્રાપ્તિ માટે યોગ્ય બને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઇચ્છા થઈ ત્યાં સુધીમાં ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવા માટે સૌ પ્રથમ ગ્રંથિભેદ કરવો પડે, ગાઢ રાગદ્વેષની ગાંઠ ભેદવી પડે. અપૂર્વકરણ વગર તે ભેદાય નહીં. તે પેદા કરવા માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org