________________ 238 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તે પ્રગટ થવાનો સમય ભવ્ય જીવોમાં જ અને તેવાં જ ભવ્યો કે જેઓ છેવટે એક પુદ્ગલપરાવર્ત કાળમાં અવશ્યમેવ મુક્તિ પામવાના હોય. મનુષ્યપણાથી ધર્મશ્રવણ સુધીની સામગ્રી તો અભવ્યો તેમજ દુર્ભવ્યો પણ પ્રાપ્ત કરી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો તે ભવ્યાત્માઓ કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક ન જ હોય, સ્વભાવથી ભવ્ય જીવો કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક હોય; તેઓમાં એની વિચારશક્તિ ઉદ્ભવી શકતી જ નથી કે મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ એ એ માટેનું સાધન છે, અને ધર્મના સાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવાનું છે. આ દશાને સમ્યગ્દર્શનના બીજરૂપ ગણાવી શકાય, અને સમ્યગ્દર્શન ગુણને પ્રગટવાની તૈયારી ચાલી રહી છે. આને સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી ઉદ્ભવેલી મનોદશા તરીકે ઓળખી શકાય નહિ. મોક્ષ એ ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તેનું કારણ છે, ધર્મ સેવવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો છે એવી મનોદશા પણ અભવ્યો તથા દુર્ભવ્યોમાં પ્રગટી શકતી જ નથી. તેથી ચરમાવર્તન પામેલા જે આત્માઓ મંદ મિથ્યાત્વવાળા બને છે તેવા આત્માઓ મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ દ્વારા જ મોક્ષને પ્રાપ્ત કરી શકાય અને ધર્મ સેવવા દ્વારા જ મોક્ષ સાધવો છે એવી મનોદશાના સ્વામી અવશ્ય બની શકે છે. તેથી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી સિદ્ધપદને પમાડનારી જે સામગ્રી છે તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય સિદ્ધિપદને પામી શકતા નથી. તે સઘળી સામગ્રી મનુષ્યપણું, ધર્મશ્રવણ અને તદુપરાંત સુદુષ્માપ્યા ધર્મશ્રદ્ધા સવિશેષ અત્યંત આવશ્યક કે જરૂરી છે. આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ગણધર શ્રી ગૌતમસ્વામીને ક્ષણ વાર માટે પણ પ્રમાદ ન કરવાનો સદુપદેશ આપ્યો છે. પ્રમાદ સેવનારા દેવની શી સ્થિતિ થાય તે સતલવ તરીકે જાણીતા સર્વાર્થસિદ્ધ દેવની હાલતથી જાણી શકાય છે. આ દેવનું આયુષ્ય ૭મી નરકના નારકીની જેમ 33 સાગરોપમનું હોય છે. સાત લવ જેટલો ક્ષુલ્લક પ્રમાદ સેવવાથી મોક્ષ તેમને માટે 33 સાગરોપમ જેટલો દૂર હડસેલાઈ ગયો ! “ગ્રેવેયકેવુ અનન્તદા ઉપપાભ્રવણાતું'. કારણ ધર્મ સેવવામાં કરેલો પ્રમાદ ! 14 પૂર્વોનું પરાવર્તન કે કંઈક તપ કરવામાં સરતચૂક થવાથી શિક્ષા કેટલી ? એકબે વર્ષ નહીં પરંતુ 33 સાગરોપમ કાળ પસાર કર્યા પછી જ હાથવેંતમાં આવેલો મોક્ષ હસ્તગત કરી કૃતકૃત્ય થઈ શકાય ! ધર્મમાં પ્રમાદ ન જોઈએ તે માટે બીજું કોઈ ઉદાહરણ જરૂરી છે? નહીં ને ! તો પછી આપણે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org