________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 237 વૃત્તિ છે ? કોઈ વાર અર્થકામ માટે ધર્મનો ભોગ દેવાઈ ગયો તો આત્મા કેટલો કકળે છે? બળતરા કેવી કારમી છે? બળતરાને બદલે વ્યવહારકુશળતા મનાય તો? સંસારમાં રહીને થોડા પણ ધર્મની આરાધના ન થાય એમ નહીં પણ ધ્યેય તે છોડવાનું હોવું જોઈએ. ધર્મ, અર્થ અને કામમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ન હોય તો મૂંઝાયા વગર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શક્તિ તેટલી ભાવના નહીં, ભાવના તેટલો પ્રયત્ન નહીં અને પ્રયત્ન તેટલો રસ નહીં. ધર્મ થતો નથી તે શક્તિ નથી માટે કે જોઈતી રૂચિ નથી માટે ? સંસાર કહેવામાં બૂરો અને માનવામાં સારો, એ દશા ન હોવી જોઈએ. જૈન તો સંસારને તરવાની ભાવનાવાળો હોય ! અનંત ઉપકારી મહાપુરુષો જણાવે છે કે સમ્યગ્દર્શન ગુણ વિના શ્રીઅરિહંતદેવનાં વચનો ઉપર અવિહડ પ્રેમ જાગતો નથી અને તે વિના જિનવચનનું શ્રવણ જોઈએ તેવા સ્વરૂપે થતું નથી. સમ્યગ્દર્શનથી શ્રવણમાં જે આનંદ થાય તે અજોડ હોય છે. જિનવાણીના શ્રવણમાં એકતાન બને છે અને એકતાનતાના પ્રતાપે પ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ ને આગળ કૂચ કર્યો જાય છે. સમ્યગ્દર્શન પામેલો આત્મા સગુરુમુખે શ્રીજિનવચનનું શ્રવણ કરવું, ધર્મનો અવિહડ રાગ અને દેવગુરુની વૈયાવચ્ચાદિ દ્વારા ચારિત્રમોહનીય સાથે સંગ્રામ ખેલે છે. આપણે જોઈ ગયા છીએ કે સંસારને સમ્યગ્દર્શન મર્યાદિત બનાવે છે. અર્ધપુલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામતા જ નથી. ધર્મ રક્ષતિ રક્ષિત : એ સૂત્રને ભયંકર ઝંઝાવાત થયેલા ઓરિસ્સામાં જ્યાં અકથ્ય વિનાશ ફરી વળ્યો ત્યાં સૈકા પૂર્વે બંધાવેલાં 320 મંદિરો અડીખમ ઊભાં રહ્યાં તેમાં પૂર્વજોના પુણ્યપ્રતાપ સિવાય કયું કારણ આપણા મનોપટ પર ઉત્પન્ન થઈ શકે ? એક પણ તેની કાંકરી ન ખરી તે ધર્મના પ્રતાપને લીધે ને ? નવસ્મરણના ૮મા સ્મરણનો ૪૧મા શ્લોક દ્વારા શુભકામના વ્યક્ત કરું તો તે યથાર્થ ગણાશે. દેવે વન્દ! વિદિતાખિલવસ્તુસાર ! સંસારતારક! વિભો! ભુવનાભિનાથ! ત્રાવસ્વ દેવ! કરુણાહૃદ! માં પુનીહિ, સીદત્તમદ્ય ભયદવ્યસનાબુ રાશેઃ N41II શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદનની છેલ્લી કડી આ પ્રમાણે છે : “કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન, ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિ દાન.” (પ) મોક્ષનો અભિલાષ ત્યારે જ પ્રગટે કે જ્યારે જીવ ધર્માભિમુખ થયો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org