________________ 236 , જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મર્મ સમજી ક્રિયાના 8 દોષો જેવા કે ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ, આસંગને કાયમનો દેશવટો આપ્યો હોય. ધર્મ કરે તે ધાર્મિક, ધાર્મિક કહેવાતા ધાર્મિકો કંઈ ચોવીસે કલાક કે આખું વર્ષ ધર્મ કરતાં નથી. તે સિવાયના સમયમાં તેઓ પ્રમાદનાં દૂષણોના ભોગ બનતા હોય તે શક્ય છે. જેવી રીતે એક દેવાળિયો પ્રામાણિક વેપારી કરજ ચૂકવવાની તમન્ના રાખે છે, જેવી રીતે એક દારૂડિયો આ વ્યસનમાંથી મુક્ત થવાની ખેવના રાખે છે તેવી રીતે ધાર્મિક વ્યક્તિને અધર્મ જે આચરવો પડે છે તેમાં સંતાપ થતો પણ હોય ને! પરંતુ દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કોના ઘરનો છે? સંસારથી છૂટવાના ઉપાય આચરી શકાતા નથી એ કમનસીબી લાગી ખરી? મોક્ષસુખ આપો ને આપો મહારાજ' એમ ઊલટાવી ઊલટાવીને લલકારીએ, મોક્ષસુખ માંગીએ પણ સંસાર હૈયામાંથી નીકળે નહીં તો શું થાય? સમ્યગ્દષ્ટિને પૌગલિક સુખ દુઃખરૂપ લાગે. ધર્મ સંસારમાં લહેર ભોગવવા માટે થાય છે કે સંસારથી છૂટવા માટે ? શ્રી જિનેશ્વરોએ જેમાં સુખ કહ્યું તેમાં દુઃખ લાગે અને જેમાં દુઃખ લાગે તેમાં સુખ લાગે. સુખનાં કારણો ગમે નહિ અને દુઃખનાં કારણો સુખનાં લાગે તો એ ધાર્મિક જન સમ્યગ્દષ્ટિ નહિ એ મિથ્યાત્વના ઘરનો રોગ છે. આપણે એ રોગમાં છીએ કે નહિ તે વિચારવું જોઈએ. વેપારાદિમાં થોડી ખોટ જેટલી ખટકે છે, તેટલી કોઈ ધર્મક્રિયા રહી જાય તો ખટકે છે ? ઉપાદેય બુદ્ધિ ધર્મમાં કે સંસારમાં. શરીરની જેટલી ચિંતા થાય છે એટલી આત્માની થાય છે ? ધર્મ કરતાં આંખ સામે સંસાર હોય કે મોક્ષ? આ બધું જરૂર વિચારવા જેવું છે. સંસાર ન છૂટે અને ન લાગે તેનો ભેદ વિચારણીય છે. ધર્મ, અર્થ અને કામમાં અર્થ-કામને જે હેય માને અને ધર્મને જ ઉપાદેય માને તે સમ્યગ્દષ્ટિ, સર્વવિરતિધર્મ કે દેશવિરતિધર્મ, સાધુધર્મ કે ગૃહસ્થ ધર્મ એનું મૂળ સમ્યગ્દર્શન. ધર્મ, અર્થ અને કામમાં, અર્થ અને કામ જેને હેય જ લાગે અને ધર્મ જ જેને ઉપાદેય લાગે તે સમ્યગ્દષ્ટિ. ભવ્ય જીવ હોય, ભવિતવ્યતા સાનુકૂળ હોય, શરમાવર્તકાળમાં આવેલ હોય, સુયોગ્ય સામગ્રી મેળવેલી હોય અને ત્યાં પણ જેનો સંસારકાળ માત્ર અર્ધપુદગલપરાવર્તથી ન્યૂન અવશિષ્ટ રહ્યો હોય તે જીવ જ શુદ્ધ ધર્મની આરાધનાદિ કરવાને સુપાત્ર છે. સંસારમાં ખૂબ ધર્મ કરી નાંખ્યો એવો શેખચલ્લીનો વિચાર સેવ્યો પણ પરિણામ અનંતાનંત ભવો રખડ્યા જ કર્યું કેમ કે સમ્યક્ત પામ્યા વગર કરેલો ધર્મ એક એકડા વગરના અસંખ્ય મીંડા જેવો હતો. કેવી લાચારી ! આત્મા અર્થકામ તરફ ઢળે છે કે ધસે છે ? ધર્મી કહેવડાવવું સહેલું છે પણ ધર્મી બનવું એ ઘણું મુશ્કેલ છે. ધર્મી બનવા માટે કાળજી જોઈએ. અવસરે ધર્મ માટે અર્થકામ મૂકવાની વૃત્તિ છે કે અર્થકામ માટે ધર્મ મૂકવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org