SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 235 ધાર્મિક જન વ્રત, તપ, જપ, સામાયિકાદિ પૂજાપાઠ વગેરે કરે છે. તે પ્રત્યેક કાર્ય શા માટે કરે છે? તેના પ્રત્યુત્તરમાં એમ થવું જોઈએ કે સમ્યક્ત મેળવવા માટે. વળી સમ્યક્ત મેળવી તેને ટકાવવું જોઈએ, તેનું વમન ન થવું જોઈએ, વધુ ને વધુ સુદઢ અને નિર્મળ બનાવતા રહેવું જોઈએ અને તે માટે સમ્યક્ત પ્રાપ્તિનો વળગાડરૂપ ગ્રહ વળગેલો હોવો જોઈએ. તેથી ધર્માધર્મનો ખ્યાલ ધર્મસ્થાનોમાં પણ જોઈએ અને અધર્મસ્થાનોમાં પણ જોઈએ. પરિણામ તરફ જૈનોનું વલણ રહેલું છે. સાધુઓએ ચોવીસે કલાક પરિણામને સારાં રાખવાનાં અને શ્રાવકોએ ધર્મ કરતી વખતે સારાં રાખવાનાં એવું નથી. સાધુને ધર્મ ચોવીસે કલાક અને ગૃહસ્થને ધર્મ યથાશક્તિ; પણ પરિણામ તરફ તો બધાએ બધો વખત લક્ષ રાખવાનું જૈનદર્શન અને જૈનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તેના પ્રતિપાદક અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત અક્ષય સ્થિતિ, અગુરુલઘુ, અનંતવીર્ય, અનંત ચારિત્ર, અરૂપીપણું જેવા આઠ અક્ષયગુણો જેના પ્રગટ થયાથી સિદ્ધદશાને પામેલા છે; જેઓ કેવળજ્ઞાન ધરાવે છે, અસત્યાદિ દોષોથી મુક્ત છે, વીતરાગ છે. તેઓ દ્વારા પ્રતિપાદિત થયેલો શુદ્ધ ધર્મ જેનું આચરણ આચાર્યાદિ સાધુઓ કરે છે તથા લોકોને તે કરવાનો માર્ગ બતાવે છે તે ધર્મમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ સંભવિત નથી. શ્રી જિનેશ્વર દેવોએ મોક્ષને પામવાનો માર્ગ પ્રરૂપિત કર્યો છે જે એક જ માર્ગ જીવને માટે કલ્યાણકારી છે તેનું નિરૂપણ શુદ્ધ ધર્મથી કર્યું છે. વિવરણ આગળ વધે તે પહેલાં એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરી લઈએ. ધર્મ એટલે સતક્રિયા કે સદનુષ્ઠાન. તે નિરાશસભાવે, તન્મયતાથી, તર્ગતચિત્તે, તદુલ્લાસ, તલ્લેશ્ય, તદાકાર થઈને કરવા જોઈએ. ભાવનીતરતી મનોદશા હોવી જોઈએ. ભવાભિનંદી જીવ પૌદ્ગલિક સુખ કે દિવ્ય સુખની કામનાથી આ કરે જાય છે. પરંતુ વિશાલલોચનદલ'ની બીજી પંક્તિ આ પ્રમાણે છે : વેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રા તૃણમપિ ગણયત્તિ નૈવ નાક... શિવાય સન્તુ તે જિનેન્દ્રાઃ ઇન્દ્ર પણ સ્વર્ગીય સુખને તણખલા કરતાં પણ તુચ્છ ગણે છે. ઉપર ગણાવેલી રીતિથી ધર્માનુષ્ઠાન કરીએ તો તેનું તદ્દન તુરત જ મળતું આનુષંગિક ફળ “મન: પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે’ વણમાગ્યું મળી રહે છે. જે આત્મસંતોષ થાય તે ક્રિયાદિનું તાત્કાલિક ફળ છે. આપણે ફળના ભૂખ્યા છીએ ને ? વર્ણન ન કરી શકાય તેવું, આત્મસંતોષ કરે તેવું, આ ફળ છે. હાશ આ હું આનંદિત થઈ કરી શક્યો તે શું ઓછું છે ? તે ક્યારે બને ? જ્યારે કર્મોનો પરિહાર કરવા ધર્મનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy