________________ 234 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પણ મિથ્યાત્વના ઉદયે પૌગલિક સુખસાહ્યબીમાંથી બહાર નીકળવાનું મન જ થતું ન હોય તો ધર્મારાધનામાં તેનું ચિત્ત કેવી રીતે ચોટે ? પૌગલિક સુખમાં રંજિત આવી વ્યક્તિ ધર્મને અભરાઈએ ચઢાવી દે તેમાં નવાઈ હોઈ શકે? સામાન્ય રીતે દુ:ખમાં જ ધર્મ સૂઝે. બીજી સામાન્ય માન્યતા છે કે ધર્મીને ત્યાં ધાડ. આવી વ્યક્તિઓ તત્ત્વજ્ઞાનના અભાવે નિકાચિત તીવ્ર પાપોદયે ધર્મ કરવા છતાં પણ બધાં જ પાસાં ઊંધાં પડે તે સમજી શકતા નથી. તેથી ધર્મ માત્ર દેરાસર, અપાસરામાં જ થાય અને તેની બહાર ન થાય તે માન્યતાને તિલાંજલિ આપવી જોઈએ. ધર્મ તો ચોવીસે કલાક થવો જોઈએ. તેમાં પ્રમાદ ન ચાલે. ધર્મનો વેપાર ઉધાર પર ન રખાય. શક્તિ અને શ્રદ્ધા-રુચિ પ્રમાણે તે સતત થવો જોઈએ એટલું નહીં પણ અધર્મ કરતા કરતા આ ખોટું થઈ રહ્યું છે, દિલમાં દર્દની વેદના હોવી જોઈએ. પશ્ચાત્તાપ થવો જોઈએ અને મનમાં ધર્મ કરવો જોઈએ તેવી ભાવના ભાવવી જોઈએ. ધર્મ કરતાં તો મન ધર્મમાં એકાકાર રંજિત હોવું જોઈએ પણ પરિસ્થિતિવશાત્ કર્મોદયે અધર્મ થઈ જાય ત્યારે આ છોડવા જેવું છે અને ધર્મ કરવા જેવો છે તે વિચારમંથન ચાલુ રહેવું જોઈએ. પરિગ્રહાદિ સાધનસંપત્તિ પુષ્કળ હોય છતાં પણ વધુ ને વધુ મેળવવા પ્રવૃત્તિશીલ રહેવું અને તેમાં અસંતોષ રહે એ પાપ છે; તેવી રીતે શક્તિ, સમજ, ઉત્સાહાદિ હોવાથી જે કંઈ થોડી વધુ માત્રામાં ધર્મ થાય કે કરાય તેમાં સંતોષ પામવો તે પણ અજ્ઞાન છે ! કેમ કે ધર્મ થઈ ગયો, ઘણો કર્યો એવું કદાપિ કલ્પી જ ન શકાય. ધર્મ તો જેટલો કરીએ તેટલો ઓછો છે તેવું મનમાં લાગેલું હોવું જોઈએ. હિંસાદિ દોષો અધર્મ કરાવે, પણ અધર્મ કરવા લાયક છે એવું તો મિથ્યાત્વ મનાવે. જેમનું મિથ્યાત્વરૂપ પાપ જાય છે અને તેથી જેમનામાં સમ્યક્ત ગુણ પ્રગટે છે એવા આત્માઓ હિંસાદિ પાપોના ત્યાગી ન હોય તો પણ તે આત્માઓ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ઓછા કાળમાં મુક્તિ અવશ્ય પામે છે. એક વાર મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત પ્રગટ્યું પછી કદાચ ફરી વાર તેનો ઉદય થઈ જાય તો પણ ઉપર જણાવેલા કાળથી ઓછા સમયમાં મુક્તિ પામ્યા વિના રહે નહીં. સંસારમાં રખડાવનારા જે જે કારણો છે તે બધામાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. અનંત ઉપકારી આચાર્ય શ્રીમદ્ અકલંકસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે “પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રીને પામેલો આત્મા દર્શન-જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી વિવેકને પામ્યો અને એ વિવેકના પ્રતાપે એ શ્રી જિનધર્મને પણ પામ્યો. પણ શ્રી જિનધર્મને પામ્યા પછી પણ એ આત્માએ એ પ્રાપ્તિને સુસ્થિર બનાવવા માટે એવી સ્થિતિ અને એવી દશા તથા એવા સુંદર વાતાવરણમાં રહેવું જોઈએ કે જેથી દર્શન મોહનીય કર્મ આત્મા ઉપર સત્તા ન મેળવી જાય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org