________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 233 છે. આપણે સેવેલો ધર્મ ગતાનુગતિક, અનુષ્ઠાન કોટિનો હતો. તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજી શું કરવું જોઈએ તે જરા વિચારીએ. ચાર જ્ઞાનના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીને ભગવાન શ્રી મહાવીરસ્વામીએ શો ઉપદેશ આપ્યો હતો? ગોયમ સમયમાં પમાયએ - હે ગૌતમ ! તું ક્ષણવાર માટે પણ પ્રમાદ કરીશ નહીં. તેમની સરખામણીમાં આપણે ઘણા રંક અને પામર ગણાઈએ. સંસાર પરથી આંખ ઊડ્યા પછી આપણું પ્રથમ કર્તવ્ય મોક્ષરાગ અને મોક્ષરૂચિને પ્રથમ સ્થાન આપવું જોઈએ. સંસાર પ્રત્યે અરુચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રુચિ પેદા થવાથી જીવને ધર્મ જાણવાની ઇચ્છા પ્રગટે, ગુરુ પાસે જઈ ધર્મશ્રવણ કરે; સાંભળેલા ધર્મ પર ચિંતન મનનાદિ કરે. તેની પાસે પુરુષાર્થ હોવાથી પરિણામ શુદ્ધિ થતાં કર્તવ્યનું સચોટ ભાન થાય. ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વક યથાશક્ય સેવન કરે. ટૂંકમાં સમ્યક્ત સહિત જે ગૃહસ્વધર્મ કે સાધુધર્મનું આરાધન કરાય તેને જ સાચા સ્વરૂપમાં ધર્મારાધન કહી શકાય. આરાધનાનું ફળ મોક્ષપ્રાપ્તિ છે, જેમાં એવું સુખ રહેલું છે કે તેમાં દુઃખનો અંશ માત્ર હોતો નથી. વિષયકષાયજનિત સુખો ક્યારે પણ દુઃખથી રહિત હોતાં નથી. આનું કારણ બહુ સ્પષ્ટ છે કે ચાર ગતિઓમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં દુ:ખનો સર્વથા અભાવ હોય. ચિત્ત જો મોક્ષસુખમાં ચોટે તો સંસારસુખને ભોગવવા છતાં પણ એમાં પૂરું ચેન ન અનુભવે. સમ્યક્ત ઘણું મહત્ત્વનું તેમજ દુર્લભ છે. તેના વડે એકડા વગરની ક્રિયાઓ શૂન્યની બની રહે છે, તેના સભાવથી તેની નિકાચિત અવિરતિના ઉદયે વિષય-કષાયજનિત સુખને ઇચ્છ, મેળવવા પ્રયત્નશીલ રહે, સાચવવાનો પ્રયત્ન પણ કરે છતાં પણ તેને સાચું સુખ માને નહીં. મોક્ષસુખને જ સાચું માની તે મેળવવા પ્રયત્નશીલ બને. પૌગલિક સુખના ભોગવટામાં આનંદ ઊપજે તો પણ એ જીવને એમ જ થયા કરે કે મારો આ આનંદ એને મારા પાપોદયના પ્રતીકરૂપ છે, દુઃખના કારણરૂપ છે. અહીં આપણે આ વાત સમજવી જોઈએ કે સમ્યત્વની હાજરીમાં પણ મિથ્યાત્વનો વિપાકોદય સંભવિત છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું તે ઝેરવાળા સાપ સાથે રમવા જેવું છે અને તેની ગેરહાજરીમાં પાપ સાથે રમવું તે ઝેર નિચોવાઈ ગયેલા સાપ સાથે રમવા જેવું છે. અઢાર પાપસ્થાનકોમાં ૧૮મું મિથ્યાત્વશલ્ય પાપ તે બધાં પાપોના બાપ જેવું છે. પુણ્યાનુયોગે એક વ્યક્તિને ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ધાયુષ્ય, સુંદર, સુદઢ આરોગ્યવાળું શરીર મળ્યું છે. સુંદર, સુશીલ પત્ની મળી છે. પુત્ર-પૌત્રાદિ સરળ છે. આખું કુટુંબ ધનધાન્યાદિ સાંસારિક સુખસામગ્રીથી સરભર છે; છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org