SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 232 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન રહેતાં અનંતપુગલપરાવર્તકાળ વ્યતીત થઈ ગયો. તે દરમ્યાન અનેકાનેક વાર નદીધોલપાષાણ ન્યાયે જીવો યથાપ્રવૃત્તિકરણથી આગળ ફરી ન શક્યા. આ સંસાર ઉપરથી આંખ ઊઠે, વિષય-કષાય મોહનીય ધર્મનું જોર નરમ પડે, સંસાર દુઃખમય, દુઃખપરક અને દુઃખપરંપરક એવું છે જ્યારે સમજાય, મોક્ષાભિલાષા તીવ્ર બને, સંસારનો દ્વેષ અને મોક્ષરાગ તીવ્ર બને ત્યારે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ થાય, ત્યાર પછી જ રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિ ભેદાય, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જેવાં આત્માના અપૂર્વ એવાં પરિણામો પ્રગટે જે માટે અર્ધપુદ્ગલપરાવર્તકાળ સુધી રાહ જોવી પડે ત્યારે સમ્યગ્દર્શન કહો કે બોધિ કહો કે સમક્તિ કહો તે પ્રગટે અને તે બાદ સુંદર સુપુરુષાર્થ કરી શુદ્ધ ધર્મરાગ અને અભિલાષા શક્ય બનતાં અસંખ્ય ગુણ અસંખ્ય ગુણનિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય અને તેમાં વધતાં વધતાં જીવ સમ્યગ્દર્શન ગુણ પામી સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યગ્દર્શન થકી જ મોક્ષગામી બની છેવટે પંચમગતિ પ્રાપ્ત કરે છે.' ધર્મોપદેશને યોગ્ય કોણ? ઉપકારી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બે પ્રકારના જીવોને ધર્મોપદેશયોગ્ય ગણાવ્યા છે. જે સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ તેને યોગ્ય નથી. જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક નથી એટલે કે ચરમાવર્તકાળને પામેલા છે, જેઓ સ્વભાવે ભવ્ય છે, અપુનબંધક અવસ્થા પામેલા છે તેઓ જ ધર્મોપદેશને લાયક છે. વળી, સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ ચરિત્રમાં જણાવ્યું છે કે સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવણાભિલાષ અને સુપ્રાપ્યા ધર્મશ્રદ્ધા મેળવેલી હોવી જોઈએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ સેવવા લાયક ઉપાદેય છે; કુદેવ, કુગુરુ અને કુધર્મ હેય છે તેવી માન્યતા મિથ્યાત્વનો એટલે કે દર્શન મોહનીયનો ક્ષયોપશમ વિના પ્રગટી શકતી નથી. મોક્ષરાગ અને મોક્ષરુચિ તે ભવ્ય જીવોનો દગગોચર થાય કે જેઓનો સંસારવાસ અર્ધપુદગલપરાવર્તથી અધિક નથી હોતો; તે સમય દરમ્યાન જ દર્શનમોહનીયનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે. તે થવાથી જ જિનેશ્વરદેવોએ પ્રતિપાદિત ધર્મરુચિ જન્મી શકે છે. આ ચર્ચાથી મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે કે શું અત્યાર સુધીના ભાવ દરમ્યાન એવું સિદ્ધ કર્યું નથી ? કરેલો ધર્મ વ્યર્થ ગયો ? તેનું કંઈ ફળ જ નહીં? હા, તેમ જ છે કારણ કે અત્યાર સુધી સેવેલો ધર્મ એકડા વિનાના શુન્યો જેવો છે. હજારો મીંડાની આગળ એકડો ન હોય તો તેની કશી કિંમત નથી. માત્ર એક જ એકડાથી તે 10, 100, 1000, દશ હજાર, કરોડ, પરાર્ધાદિ બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy