________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 231 નાણં ચ દંસણં ચેવ, ચરિત્ત ચ તવો તહા | એય મગ્નપણુપત્તા જીવા ગચ્છત્તિ સોગઈ ! તેમજ દાન, શીલ, તપ અને ભાવ ચાર પ્રકારો ગણાવી શકાય. શાસ્ત્રમાં તે અંગે કહ્યું છે કે : દાનશીલતપોભાવભેદધર્મશ્ચતુર્વિધિઃ ભવાબ્ધિયાનપાત્રાભ પ્રોક્તોડÚદ્ધિ: કપા પરે: . વળી કહ્યું છે કે: દાન ચ શીલ તપશ્ચ ભાવો, ધર્મૠતુધ જિનબાંધવેન !. નિરૂપિતો યો જગતાં હિતાય, સ માનસે તે રમલામજસમ્ | અપેક્ષા વિશેષથી આચારને ધર્મ કહેવાય છે. તે પાંચ પ્રકારનો છે : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પહેલા ત્રણના આઠ પ્રભેદો છે જ્યારે તપાચારના બાહ્ય અને આત્યંતર. દરેકના છ પ્રભેદો છે. પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ છનો વિજય એમ તેના છ પ્રકારો પડે છે. ઇન્દ્રિય અને મનને જીતવાનું કામ ઘણું કપરું છે. શ્રી આનંદઘનજીએ સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “કુંથુજિન ! મનડું કિમતિ ન બાજે.' સાચો શુદ્ધ ધર્મ પામવા માટે સમ્યગ્દર્શન યાને બોધિ જે દુર્લભ છે તે મહત્ત્વનું છે એમ સ્વીકારી તે માટેની સામગ્રી તથા સુપુરુષાર્થ જરૂરી છે. અત્યાર સુધી જીવ સંસારમાં ચાર ગતિમાં તથા ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય તરીકે ભટકે છે તેનું કારણ બોધિ નથી મળી અને આંતરદષ્ટિએ વિષય-કષાયરૂપ સંસાર જીવતો રાખ્યો છે. શાસ્ત્ર કહ્યું છે કે, “બોધિ બધાને મળતું નથી. જેનો સંસારકાળ કેવળ અર્ધપુલપરાવર્તકાળથી ન્યૂન હોય તેને જ તે પ્રાપ્ત થઈ શકે છે. સમયગ્દષ્ટિને જે કંઈ સારું મળે તેનાથી મોક્ષને સાધે તથા બીજાને પણ સાથે લઈ જાય. બોધિ પામેલો દુઃખમાં પણ સુખથી અધિક રહી શકે છે. બોધિ પામેલો જીવ ધર્મથી રહિત એવું ચક્રવર્તીપણું યાચતો નથી: પણ ધર્મથી સહિત દાસ કે દરિદ્ર બનવું મંજૂર કરે છે. જિનધર્મવિનિર્મુક્તો....... સ્યાં ચેટોડપિ દરિદ્રોડપિ જિનધર્માધિવાસિતઃ ! તેથી બોધ મેળવવા શ્રી જયવીરાય સૂત્રમાં ભવભવે તુચ્છ ચલણાણે હુજ્જ મે I સેવાની માંગણી કરી છીએ. દરેક કાળમાં બોધિ પામનારા અલ્પ જ રહેવાનાં. તે માટે ભવ્યને ભવ્યત્વનો પરિપાક, કાળની અનુકૂળતા, પુણ્યનો યોગ તથા સુપુરુષાર્થના બળે કેટલીક સામગ્રીનો યોગ થાય. તે માટે સંસાર અસાર લાગવો જોઈએ, તેના પરથી આંખ ઊઠવી જોઈએ, જે ચરમાવર્તકાળમાં જ શક્ય છે, કેમ કે ધરમાવર્તકાળમાં આવું બનતું જ નથી. સંસારસાગરમાં રખડતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org