________________ 230 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધમ્મો મંગલમુક્કિકઠં, અહિંસા સંજમો તવો / દેવા વિ તં નમસંતિ, જલ્સ ધમ્મ સયા મણો || ઉત્તરાધ્યયન સૂત્રમાં “વિણયમૂલો ધમ્મો” કહ્યું છે. કર્મ શબ્દ અઢી અક્ષરનો અને ધર્મ પણ અઢી અક્ષરનો, બનેમાં ઘણો ફેર છે. બન્નેના પાછલા દોઢ અક્ષરો સમાન છે, માત્ર આગલા અક્ષરનો ફેર છે. આ, ફેર વસ્તુના સ્વરૂપનો ફેરફાર કરે છે. કર્મ જકડે છે, બાંધે છે, પકડે છે, જ્યારે ધર્મ તેમાંથી સદાને માટે મુક્ત કરી પંચમગતિ તરફ દોરી જાય છે. વેપારી વર્ગ દિવાળી ટાંકણે સરવૈયું કરે છે તેવી રીતે સફળ જીવન જીવ્યાના સરવૈયા માટે શાસ્ત્રકાર ભગવંતોએ સ્પષ્ટ કહ્યું છે કે : સામાઈય-પોસહ સંઢિયસ્ત જીવસ્ય જાઈ જો કાલો ! સો. સફલો બોદ્ધવ્યો, સેસો સંસારફલહેઉ || અહીં પૂજાદિ અનુષ્ઠાનો, ધાર્મિક ક્રિયાઓ જેવી કે તપ, જપ, પ્રષ્ઠિમણાદિ અભેપ્રેત છે. આ ક્રિયાઓ કર્મ ઘટાડનારી છે, પણ તે ક્રિયા, અનુષ્ઠાનો કેવી રીતે કરવા જોઈએ તે માટે તેના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે જેવા કે વિષાનુષ્ઠાન, ગરલાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્ધત્વનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન, અનુષ્ઠાન કે ધાર્મિક ક્રિયા એક જ ભાવથી કરાતી નથી. તેમાં છેલ્લાં બે આવકારવા લાયક છે અને છેલ્લું મોહલક્ષી છે. આ જગતમાં અનેકાનેક ધર્મો છે : પ્રાચીન તેમજ અર્વાચીન. તે ધર્મો આમ ગણાવી શકાય : જૈન, બૌદ્ધ, હિંદુ, વૈદિક, ખ્રિસ્તી, ઇલામ, શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ વગેરે. જે ધર્મ સર્વજ્ઞ, કેવળી, મોક્ષ પામેલા, કર્મોનો ક્ષય કરેલા, પંચમગતિ પામેલા તીર્થની સ્થાપના કરનાર દ્વારા પ્રસ્થાપિત થયેલો હોય તે આદરણીય આવકાર્ય છે. ધર્મના અનેક રીતે પ્રકારો પાડી શકાય. જેવા કે : આત્મશુદ્ધિ એટલે વિભાવદશાનું ટાળવાપણું. વિભાવદશા ટળતી જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય. વત્થસહાવો ધમ્યો. જેવી રીતે ગૉળનો સ્વભાવ ગળપણ, મરચાનો તીખાશ, લીમડાનો કડવાશ તેવી રીતે આત્માનો સ્વભાવ ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ * જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. અસદનિવૃત્તિ અને સમ્પ્રવૃત્તિ એમ ધર્મના બે પ્રકારો છે. નિશ્ચય અને વ્યવહાર એવા ભેદથી પણ બે પ્રકારો પાડી શકાય. મનોદંડ, વચનદંડ અને કાયદંડથી વિરમવું તે ત્રણ પ્રકારો ગણાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તેના ચાર પ્રકારો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org