________________ 249 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તરીકે કાર્યોત્સર્ગ, વિહાર, ઉપદેશ વગેરે શરીરની પ્રવૃત્તિઓનો સદંતર ત્યાગ એ ધર્મ-યોગ-સંન્યાસ. ક્ષમા, નિસ્પૃહતા વગેરે આત્માના ગુણો છે. તે મોહનીય કર્મથી આવરિત થઈ ગયાં છે. તેનો ક્ષયોપશમથી અંશે નાશ થવાથી ક્ષયોપશમ ક્ષમા, નિસ્પૃહાદિ આત્મિક ગુણો પ્રગટે છે. પરંતુ ક્રોધ-લોભ વગેરે નિમિત્તો મળતાં ફરી ક્રિયાન્વિત થઈ શકે તેમ હોવાથી તેનો સંપૂર્ણ નાશ થવા માટે ક્ષાયોપશમિક ક્ષમાને સ્થાને કર્મક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક ક્ષમાદિ ધર્મ પ્રગટાવવા જોઈએ. ક્ષાયોપથમિક તો નાશ પામી ગયા, છૂટી ગયા તેથી આ હવે શાશ્વત રહેનારા ક્ષાયિક ગુણો ગણી શકાય, કેમ કે પેલાનો ત્યાગ થઈ ગયો (સંન્યાસ), આનું નામ યથાર્થ રીતે ધર્મસંન્યાસ. પંચસૂત્રમાં અસ્થિર દ્વિપ અને સ્થિર દ્વિપની જેમ ક્ષાયોપથમિક ક્ષમાદિ અસ્થિર હોવાથી ઉદ્યમ કરીને સ્થિર ક્ષાયિક ક્ષમાદિમાં તેનું પરિવર્તન થઈ જાય છે. આ કાર્ય સામર્થ્યયોગથી જ થઈ શકે છે તેથી તે ધર્મસંન્યાસ કહેવાય. અત્રે ક્ષાયિક ક્ષમાદિ ધર્મ એટલે વીતરાગતા સિદ્ધ કરી તો પણ આયુષ્યાદિ અઘાતી કર્મો તો ઊભાં જ છે. એટલે વિહાર, ઉપદેશાદિ કાયિકાદિ યોગો અને પ્રવૃત્તિ ચાલુ છે. તેથી નવું કર્મ બંધાય જેનો પણ ત્યાગ કરવો જોઈએ. બીજા પ્રકારના સામર્થ્યયોગથી તે થઈ શકે છે. કાયિકાદિ યોગ ત્યજાવનાર આ આત્મપ્રવૃત્તિનું નામ યોગસંન્યાસ સામર્થ્યયોગ છે. ધર્મસંન્યાસ નામનો પહેલો સામર્થ્યયોગ દ્વિતીય અપૂર્વકરણ વખતે હોય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિભેદ, અપૂર્વકરણ જેમાં ક્યારેય પણ ન થયેલા અપૂર્વ અધ્યવસાયો ઉત્પન્ન થાય છે. તેનાથી પ્રબળ વર્ષોલ્લાસ થકી શુભ અધ્યવસાય વિકસી પાંચ અપૂર્વ કાર્યો - અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વસઘાત, અપૂર્વસ્થિતિબંધ, ગુણશ્રેણિ અને ગુણસંક્રમણ નીપજે. પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થઈ આ પાંચ કાર્યો ક્રમશઃ વધતાં શુભ અધ્યવસાયથી અનિવૃત્તિકરણ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વે જે અપૂર્વકરણ કરાય છે તે પહેલું અપૂર્વકરણ છે. બીજું અપૂર્વકરણ નવમા ગુણસ્થાનકથી શરૂ થતી ક્ષપક-શ્રેણિ માટે આઠમા ગુણસ્થાનકે કરાય છે. ચારિત્રમોહનીય કર્મોના ક્ષયથી તેનું બળ એટલું બધું હોય છે કે આગળની શ્રેણિમાં મોહનીય કર્મનો વિધ્વંશ થતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, યથાપ્યાત ચારિત્રવાળો એટલે કે વીતરાગ બને છે. આવું અપૂર્વકરણ સામર્થ્યયોગ નામના ધર્મસંન્યાસથી થાય છે. અહીં તાત્ત્વિક ધર્મોનો ત્યાગ કરાય છે કેમ કે અતાત્ત્વિક ધર્મો જેવાં કે ચૂલો, રસોઈ, પાણી, કમાવવું વગેરે અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ દીક્ષા લેતાં કરવા પડે છે. તે બધાં પટકાય જીવોના આરંભ, સમારંભ, કુટુંબરાગ, પરિગ્રહ, વિષયસેવનાદિ પાપપ્રવૃત્તિમય અતાત્ત્વિક ધર્મો તો સાધુ-દીક્ષા પ્રવ્રજ્યા કાળે થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org