________________ જૈન દષ્ટિએ વિવિધ યોગો - 245 વિશુદ્ધિરૂપ. ચઢતા-ઊતરતા અધ્યવસાયોવાળા એક સ્થાને ભેગાં થઈ શકે છે. જેમ કે ૧૧મે ગુણસ્થાનકથી પડતો અને ૭મે ગુણસ્થાનેથી ચડતો નવમે ગુણસ્થાનકે એકત્રિત મળે જે સમાન અધ્યવસાયનું ગુણ સ્થાનક છે. અહીંથી પડતો સંકેલશમાં છે, ચઢતો વિશુદ્ધિમાં છે. સામર્થ્યયોગ માટે સંકલેશને તિલાંજલિ આપી વિશુદ્ધિ માટે સુપુરુષાર્થ કરવાનો છે. મંદ મિથ્યાત્વના છેલ્લામાં છેલ્લા અધ્યવસાય કરતાં અનંતગુણ વિશુદ્ધિએ અવિરતિ સમ્યગ્દષ્ટિએ પહોંચાય, તેથી અનંતગુણી વિશુદ્ધિએ દેશવિરતિએ પહોંચાય, તેથી અનંતગુણી વિશુદ્ધિએ સર્વવિરતિ સાધુપણાનું સ્થાનક પ્રાપ્ત થાય. એમાં ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના અનંતગુણી વિશુદ્ધિવાળા અસંખ્ય અધ્યવસાયો પસાર થતાં સામર્થ્યયોગના પ્રથમ અધ્યવસાય સ્થાનકે પહોંચાય ! તે માટે પ્રચંડ પુરુષાર્થ આદરવો જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, હર્ષ-ઉદ્વેગનો નિગ્રહ કરી, ધર્મસાધનાઓ, વિનયાદિ ગુણો, અહિંસાદિ વ્રતો, ઇન્દ્રિયસંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અત્યંત જરૂરી છે. આવું છે સામર્મયોગનું મહત્ત્વ તથા સ્થાન ! સામર્થ્યયોગમાં નિર્દિષ્ટ ઉપાયોને તે સામાન્યરૂપે નહીં પરંતુ વિશેષ રૂપે સાધે છે. તેમાં આંતરશક્તિનો અગ્નિ એવો ભભૂક્યો હોય છે કે તે શાસ્ત્રવચનની ઉપર જઈ ઉપાયોમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે. સામર્થ્યયોગ મોક્ષપુરીમાં પહોંચવાનું છેલ્લું સ્ટેશન છે. સામર્થ્યયોગના અનુભવોને શાસ્ત્ર જણાવ્યા નથી, તે અનુભવગમ્ય છે, તે અનભિલાખ છે, શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો સામર્થ્યયોગના ક્ષેત્રના છે; તે ક્ષપક શ્રેણિના ધર્મવ્યાપારરૂપ છે. સામર્થ્યયોગ પ્રતિભજ્ઞાનથી યુક્ત બને છે. સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું તે છે. અધ્યવસાયો બે પ્રકારના છે : સંકલેશરૂપ અને વિશુદ્ધિરૂપ. પહેલું મલિન હોય છે, કષાયો જોરદાર હોય છે; બીજું નિર્મળ, મંદકષાયોવાળું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ દીક્ષા પછી મહાસંયમી હતા છતાં પણ એક પછી એક આ બંને અધ્યવસાયોથી ક્ષણમાં નરક અને ક્ષણમાં કૈવલ્ય પામી ગયા હતા ને ! સામર્થ્યયોગના બે પ્રકારો ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ છે. અત્રે સંન્યાસ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. સામાન્ય રીતે સંન્યાસ એટલે સંસારને ત્યજવો, મૂકી દેવું, ત્યજી દેવું, નિવૃત્તિ, છોડી દેવું, છેલ્લી સલામ ભરી દેવી, વિરામ, સંબંધ તોડી નાંખવો વગેરે અર્થો છે. અત્રે આ પારિભાષિક શબ્દ આમ સમજવાનો છે. ધર્મસંન્યાસઃ સામર્થ્યયોગમાં ધર્મ તરીકે ક્રોધમોહનીયાદિ કર્મોના ક્ષમોપશમથી નીપજનારા ક્ષમાદિ ધર્મ સમજવાના છે અને યોગસંન્યાસમાં યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org