________________ 244 : જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન માટે કયા વિધાનો કર્યા છે તે માટે શાસ્ત્રનાં પાનાં ઉઘાડવા જવું ન પડે. શાસ્ત્રયોગમાં તન્મયતા દ્વારા શરીર અને આત્યંતર કષાયોની સારી સંલેખના કરી હોય એટલે કસીને ઘસી નાંખ્યા હોય. આ રીતે નિરતિચાર સાધનાએ પહોંચાય જેથી શાસ્ત્રયોગની નિરતિચાર અને નિરપવાદ સાધના થાય. સામર્થ્યયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે : શાસ્ત્ર સંદર્શિતોપાયરૂદતિક્રાન્ત ગોચરઃ શકિત્યુદ્રકાદ્ધિશેષેણ સામર્થ્યખોડયમુત્તમઃ || યોગોમાં ઉત્તમોત્તમ યોગ સામર્થ્ય યોગમાં (1) સાધનાના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી કહ્યા હોય, (2) ઉપાયો વિશેષરૂપે શાસ્ત્રની મર્યાદા બહારના હોય, (3) સાધના શક્તિની પ્રબળતાથી થવી જોઈએ, (4) વિશેષરૂપે શાસ્ત્ર ન કહેલા ઉપાયોને વિશેષરૂપે સેવાતા હોય. સામર્થ્યયોગ શ્રેષ્ઠતમ છે કારણ કે વિના વિલંબે પરમ ફળ પેદા કરે છે. તે ફળ તે વીતરાગતા, સર્વજ્ઞતા અને મોક્ષ. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ત્રીજી ગાથામાં આ યોગનો નિર્દેશ થયો છે. અહીં કહેવાયું છે કે : ઈક્કોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વંધ્રમાણમ્સ, સંસારસાગરાઓ, તારેઈનર વ નારિ વા | પ્રભુ વર્ધમાનને કરેલો એક જ નમસ્કાર નર અથવા નારીને તારે છે એટલે કે સંસારની પેલી પાર રહેલા કૈવલ્યધામમાં શૈલેશી સ્થિતિમાં મૂકી દે છે. આ પરિસ્થિતિ માટે વજ8ષભ નારાણસંઘયણ, ક્ષપકશ્રેણિ, યથાખ્યાતચારિત્રાદિ અપેક્ષિત છે. તેથી સામર્થ્યયોગ શ્રેષ્ઠ ગણાય છે. અપ્રમત્તભાવના અધ્યવસાયો કરતાં અનંતગુણી વિશુદ્ધિવાળા અધ્યવસાયોથી અપૂર્વકરણ લાધે. તેમાં પ્રતિક્ષણ અનંતગુણી વિશુદ્ધિવાળા અધ્યાવસાયો ઉત્તરોત્તર ચાલ્યા કરે જેની મથામણ કેવી હોય તે શાસ્ત્રનિર્દિષ્ટ ન હોવાથી તે સામર્થ્યયોગનો વિષય બને છે. આવી પ્રવૃત્તિ તે સામર્થ્યયોગનો વિષય છે જેમાં અપૂર્વ શ્રદ્ધા, સંવેગનું બળ, સમ્યગ્દર્શનની અધિકાધિક નિર્મળતા, અપૂર્વ સંયમશુદ્ધિ, ત્યાગપૂર્વકની આત્મરમણતાનો વિકાસ, તન્મય સતત તત્ત્વચિંતન, બાહ્યઆત્યંતર તપ, શુક્લધ્યાનથી ઊંચે ચઢેલો આત્મા પ્રબળ શક્તિથી અનુભવમાં ઉતારે એ માટેના ધર્મવ્યાપારને સામર્થ્યયોગ કહેવાય છે. વિરુદ્ધ તત્ત્વો જેવાં કે સુખ-દુઃખ, હર્ષ-શોક, ટાઢ-તડકો, આશા-નિરાશા, પ્રગતિ-અવગતિ, માનઅપમાન, રાગ-દ્વેષ સમતાથી સહન કરવાં તે સમતાયોગ છે. અધ્યવસાયો ચઢતી-ઊતરતી કક્ષાના હોઈ શકે છે જેમ કે સંક્લેશરૂપ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org