________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો * 243 અધ્યવસાયયુક્ત, સ્પષ્ટ સૂત્રોચ્ચાર, સચોટ ક્રિયાવિધિપાલન, શાસ્ત્રોક્ત કાળ, મુદ્રા, આસનાદિની જાળવણી, માનસિક અખંડ ઉપયોગ ઝળહળતાં રહે છે. આથી પ્રમાદ, અતિચારાદિના અભાવે ઊંચું અપ્રમત્તપણું હોય છે. અપ્રમત્તસ્થિતિ ત્યારે જ આવે જ્યારે તીવ્રસંગ, ધર્મરંગ, ઉલ્લાસ, અપૂર્વ ધગશ, ખંત, મનોબળ, કઠોર સાધનાનો દીર્ઘ અભ્યાસ, દર્શનાવરણીય કર્મોદયે નિદ્રા ચઢી ન બેસવા દેવી, વીર્યાન્તરાયને ઉદયમાં ન લેવાય, વૈરાગ્યાદિ ક્ષમા ભાવનાના અભાવમાં મોહનીય કર્મ ઝટ ઉદયમાં આવી જાય, તો નંદિષેણ મુનિને મહાતપસ્યા, રસત્યાગ, ઉગ્રચારિત્ર, સાધનાદિ હોવા છતાં પણ મોહનો વિકાર પીડતો રહ્યો. તેથી અહીંના આ યોગમાં મનને સાબૂત રાખી ઉત્સુકતા, ક્ષુદ્રતા ટાળતાં સ્વસ્થતા, ગાંભીર્ય, ઔદાર્ય વગેરે ટકે. કર્મોનો ક્ષયોપશમ થતો રહેતાં મન, વચન, કાયાની સર્વ શક્તિનો ઉપયોગ પુરુષાર્થ, ખંત, ધગશ, ધર્યાદિ રાખી કાર્ય સાધી લેવાનું. તે માટે ઊછળતી શ્રદ્ધા, સંવેગ, નક્કર મનોબળ, તમન્ના વેગાદિથી સુપુરુષાર્થમાં લાગી રહેવાનું. શાસ્ત્રયોગ માટે તપાદિ કઠોર સાધના, કષાયજય, પ્રલોભનય, નિર્ભયતા, શરીર પર નિઃસ્પૃહતા, ઉપયોગની અખંડધારાથી અપ્રમત્તતા આવે. શાસ્ત્રયોગ માટે સ્વસંપ્રત્યયરૂપ બનેલી શ્રદ્ધા છે. અત્યાર સુધી ક્રિયા જ્ઞાનીઓના ફરમાનથી, પાપથી બચવા થતી, કર્મક્ષયના હેતુથી થતી, કદાચ અમૃતક્રિયા થઈ જતી તો તે એટલી ઊંચી અને સળંગ નહીં. સંસારી જીવને ખાવું, પીવું, રળવું સ્વાભાવિક બન્યું હોય તેવી રીતે શાસ્ત્રયોગીને અણીશુદ્ધ, ધારાબદ્ધ ધર્મપ્રવૃત્તિમય જીવન સ્વાભાવિક બની ગયું હોય છે. ધર્મયોગોમાં પ્રમાદ ન નડે, ચળવિચળતા ન થાય, પ્રીતિ-ભક્તિબળ વધ્યું હોય. આ જ કરવા યોગ્ય છે, આ જ ધ્યાન છે, અને તે દ્રવ્ય, ભાવ બંને પ્રકારના રોગોનું ઔષધ છે. ધર્મયોગમાં હૂંફ, આશ્વાસન, સ્વસ્થતા લાગ્યા કરે; સર્વશક્તિ, મનોબળ, ઉચ્ચ શ્રદ્ધા વિકસાવતાં વિકસાવતાં શાસ્ત્રયોગની સ્વયંસંપ્રત્યયરૂપ શ્રદ્ધા સુધી પહોંચી શાસ્ત્રયોગ સહજ સિદ્ધ થાય છે. શાસ્ત્રયોગ માટે આવા શ્રદ્ધાબળ ઉપરાંત તીવ્ર બોધ એટલે (1) ધર્મયોગના વિધિવિધાનો અંગે સર્વજ્ઞ તીર્થંકરના શાસ્ત્રમાં બતાવેલી સૂક્ષ્મતા, ચોક્કસાઈ, ઉત્સર્ગ-અપવાદના કેવા કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ વિહિત કર્યા છે તેનો બોધ થવો જોઈએ. (2) તીવ્ર બોધ એટલે શાસ્ત્રીય તત્ત્વોનો વિશાળ ગંભીરભાવ, (3) બોધ તીવ્ર એટલે એટલો ઘૂંટેલો અને ચોક્કસ હોય કે સ્વાધ્યાયાદિમાં આટલું થયું એટલે આટલો સમય વીત્યો, (4) બોધ એટલો તીવ્ર કે શાસ્ત્ર કયા પ્રસંગ Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org