________________ 242 છે. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન હોવાથી દેખાદેખી, શરમાશરમથી, કે બળાત્કારે ન હોવાથી વેશ્યાગીરી તેમાં નહીં હોય. ધર્મપ્રવૃત્તિ બે પ્રકારની (1) ઔદયિક (2) ક્ષયોપથમિક ભાવની, પહેલી ક્રિયા મોહોદયથી પ્રેરિત છે જ્યારે બીજીમાં મિથ્યાત્વાદિ મંદ પડ્યાં છે. રાગાદિ મંદ થવાથી તે ક્રિયા આત્મહિતાર્થે થાય છે. નિરાશસભાવે, સંસ્કારની વૃદ્ધિ ક્ષયોપશમ વધતાં ઊંચો ધર્મ સધાય જે શાસ્ત્રયોગ તરફ લઈ જાય. એકલી ધર્મઇચ્છા એ ઇચ્છાયોગ નથી. પરંતુ ધર્મ ઇચ્છાવાળી ધર્મક્રિયા ઇરછાયોગ છે. શુદ્ધધર્મ કરવાની ઇચ્છાના જોર પર ધર્મક્રિયામાં આગળ કદમ ભરતાં જ્યારે ક્રિયામાં વિકલતા, ખામીઓ દૂર થતી જાય, શાસ્ત્રોક્ત અવિકલ અને સંપૂર્ણ શુદ્ધ ક્રિયા કરાય તે શાસ્ત્રયોગરૂપ બને. તેમાં પણ આગળ ને આગળ કદમ ભરતાં વિશેષતાવાળી ધર્મસાધના કરવાનું સામર્થ્ય ફોરવાય ત્યારે તેમાં શાસ્ત્ર ઉપરાંત આત્મસામર્થ્યની વિશેષતા હોવાથી તેને સામર્થ્યયોગ કહી શકીએ. ઇચ્છાયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે : કÚમિચ્છોઃ શ્રુતાર્થસ્ય જ્ઞાનિનોડપિ પ્રમાદતઃ. વિકલો ધર્મયોગો યઃ સ ઇચ્છાયોગ ઈષ્યતે II ધર્મક્રિયા આપકલ્પનાથી જ કોઈનું જોઈને ન થાય. ધર્મનું તત્ત્વ અતીન્દ્રિય છે, કેવાં કેવાં ઝીણવટભર્યા વિધિવિધાન અને કેવી વિશેષતા જાળવવાથી કેવાં કેવાં પુણ્યાનુબંધી પુણ્યોના ઉપાર્જન થાય, મામ્બદ્ધ કયા કયા અશુભ કર્મદ્ધિલિયાના શુભમાં સંક્રમણ, અપવર્તના, પ્રદેશોદય, ઉદ્વર્તના, શા શા સામાન્ય અને વિશેષ ફળ મળે, કઈ કઈ અયોગ્યતા, વિધિભંગ, આશાતનાદિથી કયા કયા મોહનીયકર્મ, જ્ઞાનાવરણીય કર્મબંધાદિ જે અતીન્દ્રિય છે. ધર્મસાધના સુધી આવવા છતાં પણ અનાદિના અભ્યાસવશાત્ નિદ્રા, વિકથા, રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા, અનુપયોગ, શરીરરાગ, કંટાળો, અરુચિ, દ્વેષ, વિસ્મરણ, સંશય, ચંચળતા, દશસંજ્ઞાઓ, ઇત્યાદિ પ્રમાદવશ ધર્મક્રિયા શાસ્ત્રોક્ત રીતે ન થાય; તેથી જ્યાં સુધી શાસ્ત્રોક્ત કાળ, આસન, મુદ્રાદિમાં સહેજ પણ ત્રુટિ રહે તો અતિચારાદિ લાગે અને તે ધર્મપ્રવૃત્તિ ઇચ્છાયોગ ગણાશે. શાસ્ત્રયોગ : તેની વ્યાખ્યા આ પ્રમાણે છે : શાસ્ત્રયોગસ્તિવહ જોયો યથાશક્તિ અપ્રમાદિનઃ | શ્રાદ્ધસ્ય તીવ્રબોધન વચસાહવિકલસ્તથા ! શાસ્ત્રયોગમાં નિદ્રા, વિકથા, અનુપયોગ, ચંચળતા, સ્મૃતિભ્રંશ, સંશયાદિ પ્રમાદો શક્તિ ખર્ચીને નિવારવામાં આવે છે. તેથી ધર્મસાધનામાં આત્મા મનવચન-કાયાથી એકાકાર થઈ જાય છે. તેમાં તન્મય લક્ષવાળું, શુભલેશ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org