________________ જૈન દષ્ટિએ વિવિધ યોગો * 247 જાય છે; પ્રવજ્યા સ્વીકારનારો મૂળ માયાનો ત્યાગ કરી સંપૂર્ણ અહિંસાદિ મહાવ્રતો, તેની રક્ષક આઠ પ્રવચનમાતાઓ, પચ્ચીસ ભાવનાઓ, આવશ્યકાદિ ક્રિયાઓ, તપ, જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચાદિની સાધના કરે છે. જ્ઞાનપૂર્વકની હોવાથી ‘જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' કહેવાય છે. પ્રવ્રજ્યા જ્ઞાન-યોગના સ્વીકારરૂપ હોઈને પાપ પ્રવૃત્તિમય ધર્મોનો ત્યાગ છે. અહીં અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ થયો; જ્યારે તાત્ત્વિક ધર્મો ક્ષમા, તપ, સંયમાદિ છે. પ્રારંભે જે ક્ષયોપક્ષમના ઘરના હતા તેનો ત્યાગ કરી હવે ક્ષાયિક કોટિના કરવામાં આવતાં તેને તાત્વિક ધર્મસંન્યાસ કહેવાય. તે કાર્ય દ્વિતીય અપૂર્વકરણના પ્રથમ સામર્થ્યયોગથી થાય જે ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ છે. ધર્મ-યોગ-સંન્યાસ જરા વધારે સ્પષ્ટ કરીએ. સાધુ દીક્ષા લે, સાંસારિક સર્વ ઉપાધિઓ તથા પ્રવૃત્તિઓ ત્યાગ કરીને સંન્યાસ લે છે. જે આ ધર્મોનો ત્યાગ કર્યો છે તે અતાત્ત્વિક ધર્મો છે. તેનો માત્ર ક્ષયોપશમ થયો હોય છે. કારણવશાતુ ક્ષય ન થયેલાં એટલે કે ઉપશમિત ધર્મો ક્યારેક પણ માથું ઊંચકી ક્રિયાન્વિત થઈ શકે તેમ છે. આવાં અતાવિક ધર્મોનો ક્ષય થતાં તાત્ત્વિક ધર્મોનો સંન્યાસ થઈ શકે તેમ છે. જેમ કે ક્રોધાદિનો પરિહાર ક્ષમાદિથી કર્યો પરંતુ હવે તેનો પણ એટલે કે આ તાત્ત્વિક ધર્મોનો પણ પરિહાર કરવાનો છે. આ ધર્મોની પ્રાપ્તિ આઠમા ગુણ સ્થાનકે જ થાય. ઉત્કટ બોધ થવાથી ક્ષાયોપથમિક ભાવો નાશ પામી. ધર્મસંન્યાસ થકી મોહાદિ ઘનઘાતી કર્મોનો નાશ થાય છે. આ કાર્ય બીજા અપૂર્વકરણ સમયે ક્ષપકશ્રેણિ માંડી હોય છે, કારણ કે પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કર્યો હોય છે. તેરમા ગુણસ્થાનકના અંતે દરેક કેવળી આયોજ્યાકરણ કરી, પછીના મુહૂર્તમાં અયોગી સ્થિતિ પામે છે. શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી જે મહાઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થાય, શરીરયોગ પર સંપૂર્ણ અંકુશ કરે છે. આ યોગને અયોગી ગુણસ્થાનક અવસ્થાને ચૌદમા ગુણઠાણે હાંસલ કરે છે, જેને યોગ-સંન્યાસ કહેવામાં આવે છે. યોગનો અયોગ તે યોગ એવી જે યોગની વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરીશ્વર મહારાજસાહેબે આપી છે તે આ ઉત્કૃષ્ટ યોગસંન્યાસમાં મનોયોગના ત્યાગરૂપ જેને યોગ ઉપર અંકુશરૂપ સમજવી. આ યોગસંન્યાસ યોગમાં યોગો નિરુદ્ધાવસ્થા પ્રાપ્ત કરી છેવટે અયોગી ભાવ શુક્લધ્યાનના ચોથા પાદ પર પંચ હ્રસ્વઅક્ષર કાળ સ્થિતિ કરી સાધ્ય પ્રગતિ કરે છે. આ યોગસંન્યાસ અંતિમ યોગભૂમિકા એટલે કે આઠમી છેલ્લી દષ્ટિ પર આવી જાય છે. ધર્મસંન્યાસ તાત્ત્વિક અને અતાત્ત્વિક છે. જેમાં અતાત્ત્વિક બાહ્યાચારરૂપે Jain Education International For Private & Personal Use Only e Only www.jainelibrary.org