SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ♦ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આગારો, શરીરનાં પ્રાકૃતિક લક્ષણો, અત્યાજ્ય છે, તેથી ભંગ થતો નથી તે સમજી શકાય છે. ઠાણેણં, મોણેણં, ઝાણેણં : સ્થાન, મૌન અને ધ્યાનની એક ત્રિપુટી છે. આ ત્રણેનો સમુચિત ઉપયોગ ચિત્તને ધ્યેય ભણી કેન્દ્રિત કરે છે. યોગશાસ્ત્રમાં સાધકની માનસયાત્રાનું માર્મિક ચિત્રણ રજૂ કર્યું છે. એવો સમય ક્યારે આવશે જ્યારે એકાન્ત ભૂમિમાં, ખંડેર ઘર કે સ્મશાનમાં ધ્યાન ધરતો હોઈશ અને બળદ શરીરને-મારી કાયાને પથ્થર માની ઘસતો હશે ! કેવો અલગાવ આત્માઅનાત્માનો ! કાઉસગ્ગ સિદ્ધ થાય ત્યારે આ અનુભવ પ્રાપ્ત થાય ! પૂરો કાઉસગ્ગ સધાય ત્યારે તે ક્ષણ આવે જ્યારે કાયા અને ચૈતન્યની ભિન્નતાને સાધક અનુભવી શકે; અત્યાર સુધીની અભેદ અનુભૂતિ એ ક્ષણે ભેદ અનુભવમાં પલટાય. કાઉસગ્ગ વલોણું છે; અનાત્મભાવ અને આત્મભાવની પૃથકતા. ઘમ્મર વલોણું પૃથક્ કરી આપે. મુદ્રાની આંતરિક ભાવ ૫૨ ઘણી અસર પડે છે. આંતરિક ભાવનાના આધારે મુદ્રા બહાર રચાઈ જાય છે. કાઉસગ્ગમાં સાક્ષીભાવ ભણી સરકવાનું છે. કાઉસગ્ગમાં આંગળી કે વેઢા કશાનો ઉપયોગ કર્યા વગર મનને આલંબન પકડાવી દેવાનું, જેથી ગણાતાં પદો કે સંખ્યા પર ચાંપતી નજર રહે. કાઉસગ્ગનો ચોક્કસ હેતુ અનાત્મ ભાવમાંથી આત્મ ભાવમાં સંક્રમણ કરવાનો છે. એક શ્રાવક ઊભા ઊભા ખંડેર ઘરમાં રાત્રિની એકાન્ત પળોમાં કાઉસગ્ગમાં તલ્લીન બની ગયા છે. તેનાં પત્ની કર્મસંયોગે કુછંદે ચઢેલા પ્રેમી સાથે ક્રીડા કરવા ત્યાં જ આવે છે. નિર્લજ્જ ચેષ્ટા, નીરવ અંધકાર, અધૂરામાં પૂરું હોય તેમ ખાટલાનો એક પાયો શ્રાવકના પગ પર પડ્યો. શારીરિક વેદના સહન થાય, પત્નીની દુશ્ચારિત્રની માનસિક વેદના તરફ દુર્લક્ષ હોવાથી કાઉસગ્ગના ધ્યાનમાં શ્રાવકને બીજા કોઈ ચિંતનનો અવકાશ જ નથી, કેવું ધ્યાન ! કેવી સમાધિ ! જેવી રીતે ખેડૂતને ખેતરમાં પાક લેતાં પૂર્વે કેટલીક પૂર્વતૈયારી જેમ કે ખેતર ખેડવું વગેરે કરવાનું હોય છે તેવી રીતે ઉપર જણાવેલી પ્રક્રિયાઓ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી કાયોત્સર્ગ માટે મુકરર ગણાવી શકાય. દેવસી પ્રતિક્રમણમાં વધુમાં દેવસીઅ પ્રાયશ્ચિત્ત વિસોહણથં કાઉસગ્ગ કરવા માટે અનુજ્ઞા માંગવામાં આવે છે, અને ત્યાર બાદ દુઃખના ક્ષય માટે, કર્મના ક્ષય માટે કાઉસગ્ગ અવશિષ્ટ રહ્યો હોય છે. શ્વેતાંબર જૈનોના ૪૫ આગમો પૈકી ઉપાસકદશાંગમાં આનંદ, કામદેવ વગેરે દશ ઉપાસકોના આખ્યાનો મળે છે. તે પ્રત્યેકને દુષ્ટ, ઈર્ષ્યાળુ દેવ દ્વારા સાનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો કરવામાં આવે છે; ત્યારે આ મહાનુભાવો સંકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy