________________ 254 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરવાનું, ગુરુ પાસે વિવિધ સાચવણી કરવાનું તે પણ યોગ્ય કાળ, વિનય, બહુમાનપુર:સર. તેમાંથી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહાપોહ, બુદ્ધિના 8 ગુણ, બોધપરિણતિ, ધૈર્યાદિથી અંકુર પર મુખ્ય સ્કંધ (થડ), એના પર બીજી ડાળીઓ, ડાળી તરીકે ધર્માનુષ્ઠાન. તેમાંથી શક્ય તેટલું અમલમાં મૂકવાનું, મનુષ્યાદિ ગતિ તે પુષ્ય સમાન છે. આમાં સંતોષ ન માનતાં પુણ્યથી આકર્ષાઈ નહીં જવાનું પરંતુ દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાવસ્થા, શુધ્યાન પર્યંત જઈને મોક્ષફળને આત્મસાત્ કરી શાશ્વત અવ્યાબાધ સુખાદિ સંપત્તિના સ્વામી બની જવાનું. અનાદિ રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ કે જેને સહજ ભાવમળ કહે છે તે ટળ્યો હોય છે. અહીં રાગ-દ્વેષ વ્યક્ત રૂપમાં દેખાતા ન હોય છતાં તેનો સહજ ભાવમળ હૃાસ પામ્યો હોય છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે આ કલ્યાણમાર્ગ અપનબંધકાઠિ જીવોથી આચરાયેલો છે. તેની ઓળખ કરાવતાં કહે છે : “એ ક્ષીણપ્રાય કર્મ હોય છે, વિશુદાયવાળા હોય છે, ભવાબદુમાની હોય છે અને મહાપુરુષો હોય છે. આ કક્ષાના જીવોએ આયુષ્યકર્મ સિવાયનાં કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમની અંદરની કરી મૂકે છે. તેઓ કર્મમળનો હ્રાસ મંદ કરે છે, મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયોને ઘણાં ઘણાં મંદ કરી મૂકે છે. આવા જ ભવ્યોને ધર્મબીજનું આધાન એટલે ધર્મપ્રશંસાદિ થાય. એમાંથી અંકુર ફૂટે એટલે ધર્મની ઉત્કટ અભિલાષા થાય. એના ઉપર સમ્યગુ ધર્મશ્રવણ વગેરે ડાળ, પાંખડાં, ફલ, ફલાદિ રૂપી મોક્ષફળ પ્રગટે, આ અપ્રાપ્તના લાભ સમો યોગ થયો. તેને ટકવાની આડે આવતાં વિવિધ ઉપદ્રવોરૂપી નરકાદિ સંકટો અને તેના કારણભૂત રાગ-દ્વેષાદિનો અત્યંત ઉચ્છેદ થતાં ધર્મબીજાદિનું સંરક્ષણ થતું. તેથી તેનો ક્ષેમ એટલે કે લબ્ધનું પાલન ગણાય તેથી ભગવાન યોગક્ષેમ કરનારા ગણાય છે. ફરી કહીએ તો ધર્મબીજાધાનાદિ અપુનબંધકને જ થાય છે. તેને એક પુદ્ગલપરાવર્ત જેટલો સંસારકાળ રહેતો નથી. જે મોક્ષગામી જીવનો છેલ્લો પુદ્ગલપરાવર્તકાળ હોવો ઘટે છે. સમક્તિ તો શું, બીજાધાન થયા પછી જીવ અવશ્ય એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અંદર મોક્ષ પામે છે. અપુનબંધક અવસ્થા સમ્યક્તની નીચેની ભૂમિકા છે. તેનાં ત્રણ લક્ષણો જેવાં કે (1) તીવ્ર ભાવે પાપ ન કરે, (2) ઘોર સંસારના ઉપર બહુ રાગ કે માન ન રાખે, (3) ઔચિત્ય જાળવે. અપુનબંધક દશા માત્ર પરમાવર્તકાળમાં જ પ્રાપ્ત થાય છે. ચરમાવર્તકાળ એટલે જેને મોક્ષે પહોંચવા પૂર્વે છેલ્લો પુદ્ગલપરાવર્તકાળ શરૂ થયો હોય. તેથી વધુ કાળ જેનો બાકી હોય તે અચરમાવર્તકાળ ગણાય. ત્યાં ગમે તેવા ધર્મસંયોગો મળે તો પણ લેશમાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org