________________ જેન દૃષ્ટિએ વિવિધ યોગો - 255 ભવભીતિ કે મોક્ષરૂચિ પ્રગટતી નથી. ચરમાવર્તકાળમાં શુદ્ધધર્મની આરાધના તથા અનુષ્ઠાન માટે ઉપર વર્ણવેલા ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગની છેવટની કક્ષાએ પહોંચવા માટે તીવ્ર ધર્માભિલાષ, મોક્ષરુચિ, રાગ-દ્વેષાદિનો ક્ષય, સહજભાવ, મળને તિલાંજલિથી મોક્ષફળ હાથવેંતમાં આવી જાય તે તેટલું સહજ અને સહેલું નથી. પરમ ઉપકારી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જણાવ્યું છે કે “જે જીવો સ્વભાવે ભવ્ય હોતા નથી તેવા જીવો ધર્મોપદેશને યોગ્ય છે જ નહિ, પણ સ્વભાવે ભવ્ય એવા જીવોમાં જેઓનો સંસારકાળ એક પુદગલપરાવર્તકાળથી અધિક છે, તે જીવો ધર્મોપદેશને યોગ્ય ગણાતા નથી. જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે. અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા જીવો પણ બે પ્રકારના છે. તેમાં એક પ્રકાર સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા જીવોનો છે, અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન ગુણને પામેલા જીવોનો છે. ચરમાવર્તકાળને પામેલા પણ ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તો તે જીવો પણ સમ્યગ્દર્શન ગુણને પામી શકતા જ નથી...' પરમ ઉપકારી સહસ્રાવધાની આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં ફરમાવ્યું કે શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા જીવો પણ શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. પ્રવ્રજ્યા સ્વીકારનારા મોહમમતાનો ત્યાગ કરે છે, તે જ્ઞાનપૂર્વકની છે, કેમ કે “જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ, પાપથી વિરમવાનું એટલે જ્ઞાન પોતે જ વિરતિમાં પરિણમતું હોવાથી તે હવે જ્ઞાનયોગ કહેવાય છે. આ કાળમાં અને આ પરિસ્થિતિએ પહોંચેલા ભવ્ય જીવોનું મિથ્યાત્વ મંદતમ થયેલું હોવું જોઈએ. ટૂંકાણમાં ભવ્ય જીવો જે સામગ્રીને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે તે સામગ્રી મનુષ્યભવ, આર્યદેશ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા અને તેમાં પણ ધર્મશ્રદ્ધા જે દુર્લભ અને સુદુષ્પાય છે તે અત્યંત મહત્ત્વની આવશ્યક સામગ્રીમાં પ્રથમ કક્ષાની ગણી શકાય. ઉપરની ચાર વસ્તુ ઉપરાંત ધર્મશ્રદ્ધા પામ્યા પછી પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા જ ભવ્યાત્માઓ મોક્ષ પામે છે. અંતમાં પ્રાર્થના કરીએ કે - દેવેન્દ્ર વંદ્ય! વિદિતાખિલ વસ્તુ સાર! સંસારતારક! વિભો! ભુવનાધિનાથ! ત્રાવસ્વ દેવ ! કરુણાહૃદ! માં પુનહિ સીદત્ત મદ્ય ભયદ વ્યસનનામ્બરાશેઃ, (41 કલ્યાણમંદિર સ્તોત્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org