SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૦૩૭ તપ, નવપદની ઓળી તપ, નવ બ્રહ્મચર્યગુપ્તિ તપ, નિગોદ આયુક્ષય તપ, નિર્જગીષ્ટ તપ, પદકડી તપ, પાંચ છઠ્ઠ તપ, પાંચ મહાવ્રત તપ, પાર્શ્વજિન ગણધર તપ, પોષ દશમી તપ, બીજનું તપ, મોટું રત્નોત્તર તપ, રત્નરોહણ તપ, બૃહત્સંસારતારણ તપ, લઘુસંસારતારણ તપ, ઋષભદેવ સંવત્સર તપ, શત્રુંજય છઠ્ઠ અઠ્ઠમ તપ, મેરૂત્રયોદશી તપ, શિવકુમાર બેલો તપ, ષટ્કાય તપ, સાત સૌખ્ય આઠ મોક્ષ તપ, સિદ્ધિ તપ, સિંહાસન તપ, સૌભાગ્યસુંદર તપ, સ્વર્ગકડક તપ, સ્વર્ગસ્વસ્તિક તપ, બાવન જિનાલય તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, રત્નમાળા તપ, ચિંતામણિ તપ, પરદેશી રાજાનો તપ, સુખદુ:ખના મહિમાનું તપ, રત્નપાવડી તપ, સુંદરી તપ, મેરુ કલ્યાણક તપ, તીર્થ તપ, પ્રાતિહાર્ય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ. આ પ્રમાણે ૧૬૨ તપોની સૂચિ રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. 4: વિવિધ તપો, તપસ્યાનાં નામાદિ વિધિ, ઉદ્યાપન, નિર્ણય, ગરણા વગેરેની માહિતી મેળવવા માટે નિમ્નલિખિત ગ્રંથો ઉપયોગી વિવેચના વગેરે આપે છે ઃ આચારદિનકર, આંચલિક પૂજા, જનપ્રબોધ, જાપમાળા, જૈનધર્મસિંધુ, તપફુલક (ધર્મરત્નમંજૂષા), તપોરત્નમહોદધિ, પંચાશક, પ્રવચન સારોદ્વાર, બારમાસિકપર્વકથા, વિધિપ્રપા, વિનોદરામ, શ્રાદ્ધવિધિ, સેનપ્રશ્ન. છેવટે આટલું નોંધી લઈએ કે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવાન ! તપ કરવાથી જીવને શો લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું, ‘તવેણ ભત્તે જીવે કિં જણ યઈ? તવેણ વોદાણું જણ યઈ.' તપથી કર્મોનો ક્ષય થઈ જાય છે. ઉત્તરાધ્યયનના ૩૦મા અધ્યયનમાં કહ્યું છે : ‘ભવ કોડી સંચિયું કમ્મ તવસા નિજ્જરિજ્જઈ.' તપથી ક્રોડ જન્મનાં કર્મો નષ્ટ થઈ શકે છે. તપની યશોગાથા આગમ સાહિત્યમાં ઠેરઠેર જોવા મળે છે. પન્નવણા સૂત્રમાં ભગવાને કહ્યું છે કે નરકનો જીવ એક હજાર વર્ષ સુધી કષ્ટ વેઠી જે કર્મો ખપાવે તેટલાં કર્મો સમજણપૂર્વકના એક ઉપવાસથી ખપે, નારકીનો જીવ લાખ વર્ષ દુ:ખ ભોગવી જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો અહીંયાં એક છઠ્ઠ કરવાથી ખપે. એક ક્રોડ વર્ષમાં નારકી જીવ જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો એક અમ કરવાથી ખપે; તથા નરકનો જીવ કોટીકોટી વર્ષોમાં જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો ચાર ઉપવાસથી ખપે. આવો મહાન લાભ તપમાં રહેલો છે, અગ્નિનો એક તણખો રૂની ગંજીને બાળી સાફ કરી નાંખે તેવી રીતે તપ અને સંયમનો એક તણખો કરોડો ભવના એકત્રિત કરેલાં કર્મોની ગંજી બાળી નાંખે છે. અનુત્તરોવવાઈ સૂત્રમાં ધન્ના અણગારની (ધન્યમુનિ) પ્રશંસા તથા અનુમોદના ભગવાન મહાવીરે કરી હતી અને તેમના બધા શિષ્યોમાં તેને અગ્રગણ્ય સ્થાન આપ્યું કારણ દીક્ષા પછી જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણાના દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy