SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિષે કિંચિત્ + ૨૯ પાંચમા ઉપાસક શુલસયગાહાવઈ છે. (પૃષ્ઠ ૩૨૨-૩૨૭), તેના જ્યેષ્ઠ તથા મધ્યમ પુત્રનું દેવ દ્વારા મૃત્યુ, તેની સર્વ સંપત્તિનો નાશ, પત્નીનો પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર, ઉપાસકની પડિમાનું ગ્રહણ, અનશન અને સિદ્ધિ. આ પ્રમાણે કુંડકોલિયગાહાવઈનો પ્રસંગ. ઉપાસકની પડિમા, અનશન અને સિદ્ધિ. સાતમા ઉપાસક સદાલતપુત્ત કુંભકારનો છે. દેવ વડે ત્રણ પુત્રોનું મૃત્યુ સમભાવ વડે સહન કરે છે. પત્નીનું મૃત્યુ પણ સહે છે, માયાવી દેવનું આકાશમાં ઊડવું, પત્નીનો પ્રશ્ન, તેને લીધે લેવું પડેલું પ્રાયશ્ચિત્ત, ઉપાસક પડિમાની સ્વીકૃતિ, અનશન અને સિદ્ધિ. આઠમ ઉપાસક મહાસતયગાહાવઈનો છે. મહાશતકને ૧૩ પત્નીઓ છે. તેમાંની એક રેવતી છે. કામોપભોગમાં તેઓ આડી ખીલી સમાન હોવાથી રેવતી અગ્નિ પ્રયોગથી બાળી મૂકે છે. રેવતી માંસમદિરાનું સેવન કરે છે. રેવતી મહાશતકને અનુકૂળ ઉપસર્ગો કરે છે. મહાશતક રેવતીને કહે છે કે તે મૃત્યુ પછી નરકમાં જશે. એક પ્રસંગે ગૌતમ ગણધર મહાશતક સમીપ આવે છે. તેઓ વંદન કરે છે. ગણધર ગૌતમ મહાશતકને પત્ની રેવતી નરકે જશે તે કહેવા માટે પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે. મહાશતક પ્રાયશ્ચિત્ત કરે છે. ચારિત્રધર્મ વિશિષ્ટ રીતે ૨૦ વર્ષ પાળે છે; ૧૧ પડિમા વહે છે, અનશન કરી સિદ્ધિ મેળવે છે. નવમા ઉપાસક નંદિણીવિયાગાહાવઈ હતા. શ્રાવસ્તી નગરમાં તેઓ વસતા હતા અને તેને અસ્મિણી નામે ભાર્યા હતી. બધાની જેમ ગૃહસ્થ ધર્મની સ્વીકૃતિ, પડિમા વહન, અણસણ, સમાધિમરણ, દેવલોકમાં ઉત્પત્તિ તથા સિદ્ધિ. છેલ્લા દશામા ઉપાસક છે લિતિયાવિયાગાહાવઈ. ભગવાનનું સમવસરણ, ગૃહસ્થધર્મનો સ્વીકાર, ભાર્યા ફગુણી પણ શ્રમણોપાસિકા બને છે. ધર્મજાગરણ, પડિમાવહન, અનશન તથા સમાધિમરણ બાદ દેવલોકમાં ઉત્પત્તિ અને સિદ્ધિ. ટૂંકમાં, બધાંનો એકસરખો વ્યવહાર જોવા મળે છે. તપોમય સુંદર આધ્યાત્મિક જીવન જીવી રહેલાં સાધુ-સાધ્વીમાં પણ આસક્તિ ક્યારેક માથું ઊંચકે છે તેવો એક પ્રસંગ પૃ. ૪૨૩માં લિપિબદ્ધ કરાયો છે : રાજગૃહ નગરીના રાજા શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જવા ચેલણા રાણી સહિત પ્રયાણ કરે છે. ત્યારે ઉપસ્થિત રહેલાં કેટલાંક સાધુ-સાધ્વી આ પ્રમાણે નિયાણું કરે છે : આ બંને દંપતી કેટલા ધનાઢ્ય, સુંદર, સુખી, ભોગોપભોગ ભોગવી શકે તેવાં જીવન વ્યતીત કરે છે ! દેવલોકમાં એવા દેવો પણ જોયા નથી, તો અમારા આ સુકૃત્યનું (તપ-નિયમ-બ્રહ્મચર્ય-ગુપ્તિ) જો કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy