________________ પળમાં પેલે પાર / પ૩ એક વાર વરસાદના પાણીમાં બાળસુલભ ચેષ્ટા રૂપે પોતાનું પાત્ર પાણીમાં પ્રવાહિત કરે છે. અન્ય સ્થવિરો તેનો ઉપહાસ કરે છે. ભગવાન મહાવીર તેઓને કહે છે કે આ હળુકર્મી જીવ એકાવતારી મોક્ષે જશે. અપકાયના જીવોની વિરાધનાથી ઇરિયાવહીના પણગ-દગ, પણગ-દગ પર ધ્યાનસ્થ થઈ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે જ્યારે અન્ય સાધુઓ ત્યાંના ત્યાં જ રહી જાય છે ! આપણે પણ સામાયિકાદિમાં ઇરિયાવહી બોલીએ છીએ પણ હજુ સુધી ઉદ્ધાર થયો નથી! ક્યાં અઈમુત્ત (અતિમુક્ત) અને ક્યાં આપણે? રૌદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. જીવન ધર્મમય ગાળ્યું હોય, પરંતુ રૌદ્રધ્યાન આવે અને તે સમયે આયુષ્ય બંધાઈ જાય તો નરકનું બંધાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહાસંયમી મનોમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડ્યા, અને તે જ વખતે શ્રેણિકરાજાએ મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી. પ્રભુએ કહ્યું કે હમણાં મરે તો સાતમી નરકે જાય, બીજી ક્ષણે દેવદુંદુભિ અને મોક્ષ ! વાત એમ બની કે સમવસરણમાં આવી રહેલા શ્રેણિકના બે સૈનિકો બાળકુંવરને રાજ્ય સોંપી ભગત બનનાર પ્રસન્નચંદ્રની ટીકા કરી રહ્યા હતા. તેના કાકા રાજ્ય ખૂંચવી લેવા તૈયાર છે. આતાપના લઈ રહેલા પ્રસન્નચંદ્ર આ શબ્દો સાંભળી જાય છે. મનોમન એક પછી એક શસ્ત્રો લઈ યુદ્ધ કરે છે. એમ કરતાં મસ્તકનો મુગટ હાથમાં આવી જતાં ખરી સ્થિતિનો ખ્યાલ આવતાં પશ્ચાત્તાપના પાવક અગ્નિમાં દુવિચાર ભસ્મ કરતાં કરતાં ક્ષેપક શ્રેણિએ ચઢે છે. તેથી શ્વે જુદી જુદી નરકો ભગવાન બતાવે છે અને તેટલામાં દેવદુન્દુભિ સંભળાય છે અને તેઓ ઘનઘાતી કર્મો નષ્ટ કરી કેવળી બની જાય છે. ભગવાન મહાવીર સ્વામીના હસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીનાં અગ્રણી ચંદનબાળા સમવસરણમાંથી સૂર્યાસ્ત થતાં પાછાં આવી ગયાં. દેવોના આગમનથી મૃગાવતીને તે ધ્યાનમાં ન રહ્યું. મોડા આવતાં ચંદનબાળાએ ઠપકો આપ્યો. ઠપકો આકરો લાગતાં ભાવનાના ઉચ્ચતમ શિખરે આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ કર્મક્ષય કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થયું. રાત્રિના ગાઢ અંધકારમાં નિદ્રાધીન ચંદનબાળાના હાથ પાસેથી સાપ સરકી રહ્યો હતો. મૃગાવતીએ હાથ ખસેડ્યો. જાગી ગયેલા ચંદનબાળાએ તેમ કરવાનું કારણ પૂછ્યું. ખરી હકીકત જાણતાં કેવળીની આશાતના કરવાના કાર્યની નિંદા કરતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. શીતલાચાર્યના ચાર ભાણેજ શિષ્યોને વંદન માટે મોડું થતાં ઉશ્કેરાઈ તેઓને કહે છે કે હું તમને વંદન કરું? તેઓ કહે છે જેવી તમારી મરજી. ગુસ્સામાં વંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org