________________ 25 નરકના નિવાસીઓ ચૌર્યાસીની ચકડોળમાં રાગદ્વેષથી ક્લેષિત આત્મા અનંતાનંત પુદ્ગલપરાવર્તન સમય સુધી ભટક્યા કરે છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉચ્ચ આરાધનાના ફળસ્વરૂપે આત્મા શિવપદ પ્રાપ્ત કરે છે. સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવોની કિંમત અંકાય છે. ભવોની ગણના તીર્થકરોની ત્યાર પછી કરાય છે. આ રીતે સૌથી વધારે ભવો મહાવીરસ્વામીના 27, ઋષભદેવના 13, શાંતિનાથના 12, નેમિનાથના 9, પાશ્રવનાથના 10 તથા બાકીના તીર્થકરોના 3 ભવ ગણ્યા છે. તીર્થકરો તથા ચક્રવર્તીઓ પણ પૂર્વ ભવમાં નરકના મહેમાન બને છે. મહાવીરના 27 ભવોમાંથી ૧૮મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થતાં તમસ્તમા નામની સાતમી નરકમાં ગયા કેમ કે ત્યારે શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું. ૨૧મા ભવમાં ફરી ચોથી નરકમાં ગયા હતા. ત્રિપૃષ્ઠના ભાવમાં વગર શસ્ત્ર સિંહને ચીરી નાંખ્યો હતો તેવી રીતે ૧૬મા ભાવમાં ગાયને બે શીંગડાંથી પકડી ગોળગોળ આકાશમાં ભમાવી ઉછાળી હતી. તે સમયે વિશ્વભૂતિએ વિશાખાનંદીને મારવાનું નિયાણું કર્યું હતું (ભગવતી સૂત્ર શતક 13, ઉદેશક 3). જૈનદર્શન કહે છે કે સમકિતના અભાવમાં ગમે તેટલાં ઉચ્ચ ચારિત્રના બળે વ્યક્તિ નવરૈવેયક સુધી જાય તો પણ મોક્ષમાં ન માને કે મિથ્યાત્વ દૂર ન થયું હોય તો તે નરકે પણ જાય. આટલા ઉપઘાત પછી નરકે કેમ ગયા તેની મીમાંસા કરીએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આતાપના લઈ રહ્યા છે. દીક્ષા લીધેલી છે, ભગવાનને વાંદવા તથા વાણી સાંભળવા શ્રેણિક રાજા જઈ રહ્યા છે. તેના બે સૈનિકો વાત કરે છે : આ સાધુના બાળકુંવરની ગાદી સલામત નથી. પોતે શત્રુ તરફના પુત્રના ભયને લીધે એક પછી એક શસ્ત્રો લઈ યુદ્ધ કરે છે. એક પછી એક આયુધો ઉપાડે છે તથા એક પછી એક નરકે જાય છે; સાતમી સુધી પહોંચી જાય છે. મસ્તકનું આયુધ ઉગામતાં સાચી સ્થિતિનું ભાન થતાં પલટો થાય છે. વિચારમાં અને તેથી દુંદુભિનાદ અને મોક્ષના અતિથિ. કેમ કે “મનઃ એવ મનુષ્યાણાં કારણે બંધમોક્ષયોઃ” અધ્યવસાયોમાં શુભ પરિણતિ અને શ્રેષ્ઠ શુભ ફળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org