________________ 198 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તંદુલિયો મત્સ્ય નાના ચોખાના દાણા જેટલો હોય છે. મહામસ્યની પાંપણમાં રહી તેના મુખમાંથી પસાર થતા જીવોને જઈ ખિન્ન થાય છે. આની જગાએ હું હોઉં તો એકેને જીવતા ન જવા દઉં. અહીં પણ અશુભ માનસિક અધ્યવસાયો નરકનું અનન્ય કારણ બને છે અને તે સાતમી નરકે જાય છે. કૂવામાં પાડા ચીતરી મારવાનો મનસૂબો માત્ર કરનાર કાલસૌકસરિક પણ અધ્યવસાયોના બળે જ નરકે ગયો ને ! એક વખતના નાસ્તિક અને શિકારાદિ વ્યસનોમાં મસ્ત એવા શ્રેણિકનો ભેટો અનાથમુનિ સાથે થયો ત્યારપછી તેઓ સમકિત બનવા પ્રયત્નશીલ રહ્યા, પરંતુ મૃગલીની હત્યા અને તે અંગે ઉત્કટ આનંદ થવાથી પહેલી નરકે ગયા. પછીથી આરાધનાના પરિપાક રૂપે ક્ષાયિક સમક્તિ થઈ. આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર પદ્મનાભ થશે. અવાંતર બીના પણ જોઈ લઈએ. માંસાહારી અને મોટી વય સુધી જૈનદર્શનનો તિરસ્કાર કરનાર કુમારપાળ, કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવ્યા પછી જે દઢતાથી આરાધના કરી તેથી તેમને પરમાહતનું બિરુદ આપવામાં આવ્યું. તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભના પ્રથમ ગણધર થશે ! જૈનોની માન્યતા પ્રમાણે કૃષ્ણ અત્યારે ત્રીજી નરકમાં છે. ભગવાન નેમિનાથના સાધુવન્દની ભાવવિભોર ભક્તિથી સાતમી નરકમાંથી ત્રીજીમાં અત્યારે હોઈ ભાવી ચોવીસીમાં બારમા અમમ નામે તીર્થંકર થશે. કુરક અને ઉત્કક બે ભાઈઓએ દીક્ષા લીધા પછી ઉત્કટ તપશ્ચર્યા કરી અનેક પ્રકારની લબ્ધિઓ હાંસલ કરી હતી. એક વખત વિહાર કરતાં કરતાં તેઓ કુણાલા નગરીમાં આવ્યા. ત્યાં વરસાદ ન થયો. લોકો એમ માનવા લાગ્યા કે આ બંનેએ વરસાદને બાંધી રાખ્યો છે. આ સ્થિતિથી તંગ આવીને કેટલાક લોકો તેમના ઉપર પથ્થર ફેંકવા લાગ્યા. કેટલાક ઘૂંકવા લાગ્યા, કેટલાંક ગાળો દેવા લાગ્યા, વળી કેટલાક તેઓને લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા. તેમની સહિષ્ણુતાની રૂપેરી ચાદરમાં તેઓનું મુનિપણું દીપતું હતું. તપથી કૃશ બનેલી કાયા પર લાઠીઓ ઝીંકવા લાગ્યા. લોહી ટપકવા લાગ્યું. સહિષ્ણુતાની મર્યાદા આવી ગઈ. ભવા તંગ બન્યા. સૌમ્યતાને સ્થાને રૌતા મુખ પર કંડરાઈ. ચિત્તમાં ખળભળાટ થયો. આંતરિક કષાયોનો વિંટોળિયો ઊઠ્યો. નગરજનોને પરચો બતાવવા કુરુક મુનિ ગુસ્સામાં આકાશ સામે જોઈ બોલ્યા : “વર્ષ દેવ ! કુણાલાયામ્.' ઉકુરુકે આગળ ચલાવ્યું: ‘દિનાનિ દશ પંચ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org