________________
૨૨ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જોઈએ તો કાયોત્સર્ગ સફળ પાર પડે. ઉપર જણાવેલા સદ્ગુણો દરેકમાં હોઈ ન શકે. બધા નિર્દિષ્ટ ગુણોવાળી વ્યક્તિ ક્યાં તો દેવ હોઈ શકે અથવા અતિમાનવ હોઈ શકે. તે ગુણો તરફ હંમેશાં લક્ષ રહેવું જોઈએ તેથી “કરેમિ ભંતે ' સૂત્ર પછી ‘ઇચ્છામિ કામિ કાઉસગ્ગ' સૂત્રમાં રાઈઓ કે દેવસિઓ કાયા, મન તથા વાણી દ્વારા અતિચારો થયા હોય તે માટે ‘મિચ્છામિ દુક્કડ' પ્રાર્થનામાં આવે છે. માનવસુલભ દોષોથી ગણાવેલા ગુણો વ્યક્તિ પાસે નથી તેથી આવી અભ્યર્થના કરાય છે. ખેડૂત જેવી રીતે ખેતર સાફ કરી બી રોપણી માટે તૈયાર કરે છે તેવી રીત માનસિક ઉપર ગણાવેલા ગુણો પ્રાપ્ત કરવાના શુભ આશયર્વક કાયોત્સર્ગ કરવાનો સુંદર હતુ ધ્યાનમાં રાખવો જોઈએ.
આ ઉપરાંત “સવલોએ” અથવા “અરિહંત-ચેઈઆણં' સૂત્રમાં સર્વ દેવોના વંદનના લાભ માટે, પૂજાના લાભ માટે, સત્કારના લાભ માટે, સન્માન કરવાના લાભ માટે તથા મોક્ષપદ પ્રાપ્ત કરવાના લાભ માટે; શ્રદ્ધા, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ, ધેર્ય, ધારણા તથા શુભ તત્ત્વધ્યાન જે પ્રતિ ક્ષણ વૃદ્ધિ પામે તે રીતે હું કાઉસગ્ન કરવા કટિબદ્ધ થયો છું તેવી અભિલાષા સેવી કાઉસગ્ન કરવા વ્યક્તિ તૈયાર થઈ હોય છે.
કાયોત્સર્ગ કરનાર સાધુ કે શ્રાવક ધાર્મિક જીવન વ્યતિત કરતો હોય છે. તો પછી ધર્મલાભ થાય તેવી માંગણી શા માટે કરાય છે? તેના પ્રત્યુત્તરમાં જણાવી શકાય કે ક્લિષ્ટ કર્મ કે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી સંભવ છે કે પ્રાપ્ત થયેલો બોધિલાભ નાશ પામે અથવા જન્માંતરોમાં પણ બોધિલાભ મોલ ન મળે ત્યાં સુધી મળતો રહે તે માટે આ આશંસા સેવવામાં આવે છે.
જેવી રીતે રત્ન-સંશોધક અગ્નિ દ્વારા રત્નમાં કચરો સાફ કરે છે તેવી રીતે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા (તત્ત્વભૂત પદાર્થનું ચિંતન) આ પાંચ અપૂર્વકરણ મહાસમાધિનાં બીજ છે. બીજોનો પરિપાક અપૂર્વકરણ છે, જે મહાસમાધિ સ્વરૂપ છે. સમાધિ અપ્રમત્ત ભાવથી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રથી મળનારી આત્મરમણતાનાં સ્વરૂપ છે. મહાસમાધિ અપૂર્વકરણ છે, જે આઠમા ગુણસ્થાને પ્રાદુર્ભત થાય છે. અપૂર્વકરણ આત્માની ઉપર્યુકત રત્નત્રયીની રમણતાપૂર્વક ક્રિયમાણ તત્ત્વરમણતાના પરમ વિકાસ સ્વરૂપ છે. આવી મહાસમાધિ એટલે કે અપૂર્વકરણના સર્જન માટે બીજ આવશ્યક છે અને તે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા પાંચ છે. આ પાંચને બીજ શા માટે કહેવામાં આવે છે? કારણ કે; તેનો અતિશય પરિપાક થવાથી અપૂર્વકરણ સિદ્ધ થાય છે.
માર્ગાનુસારી કે સમકિત દષ્ટિવાળો શ્રાવક પાંચમા ગુણસ્થાને હોય; પ્રમત્ત સાધુ છટ્ટ ગુણસ્થાને હોય તથા અપ્રમત્ત સાધુ સાતમા ગુણસ્થાને હોય. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org