SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત - ૩૯ દીસતિ ભવણમજ્જે તત્વ તવો કારણું ચેવ મલ સ્વર્ણગતં વર્લિહસઃ ક્ષીરગતં જલમ્ । યથા પૃથક્કરોત્યેવ જન્તોઃ કર્મમલં તપઃ ॥ ભવકોડિસંચિયેં કમ્મ તવસા નિજ્જરિજ્જઈ । આ સંદર્ભમાં જોઈએ તો ભગવાન મહાવીર સ્વામીએ તેમના પચ્ચીસમા નંદનમુનિના ભવમાં ૧૧૮૦૬૪૫ માસખમણની ઘોર તપશ્ચર્યા કરી પુણ્ય પ્રકૃતિની નિકાચના કરી. તીર્થંકરો તપશ્ચર્યાપૂર્વક દીક્ષા અંગીકાર કરે છે. ભગવાન ઋષભદેવે બાર મહિનાની ઘોર તપશ્ચર્યા આદરી. ભગવાન મહાવીરદેવે છ-છ મહિનાની ઉત્કટ તપશ્ચર્યા કરી. ગૌતમ સ્વામીએ દીક્ષા પછી જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠની ઉત્કટ તપશ્ચર્યા આદરી. ભગવાન નેમિનાથના સમકાલીન ઢંઢણ અણગારે છ મહિનાના ઉપવાસના પારણે પારણામાં મળેલ આહાર પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન મેળવ્યું. બંધક મુનિના શરીરના હાડ ખખડી ઊઠ્યા છતાં તપમાં મગ્ન રહ્યા. ૧૪,૦૦૦ સાધુમાં ઉત્કૃષ્ટ અણગાર તરીકે ધન્નાની પ્રશંસા ભર૫ર્ષદામાં પ્રભુ મહાવીરે આમ કરી છે ઃ સાધુ ચૌદ હજારમાં, ઉત્કૃષ્ટો અણગાર, વીર જિણંદ વખાણિયો, ધન્ય ધન્નો અણગાર. મેતરાજ મુનિ માસ-માસ ઉપવાસના પારણે અપૂર્વ ક્ષમા અને સમતા દ્વારા અંતકૃત કેવળી બની સિદ્ધિ સૌધમાં સિધાવ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને સુયશ છ પુણ્યાત્માઓએ પૂર્વભવમાં ચૌદ ચૌદ લાખ પૂર્વ સુધી જબરજસ્ત તપશ્ચર્યા કરી હતી. અર્જુનમાળી, દૃઢપ્રહારી જેવા મહાહિસક ક્રૂર આત્માઓ પણ તે જ જન્મમાં મુક્તિ મેળવે છે તે તપનો પ્રભાવ છે. નારકનો જીવ ક્રોડ વર્ષો સુધી દુ:ખો સહી જે પાપનિર્જરા કરે છે તેટલાં પાપકર્મોની નિર્જરા સમ્યક્ દૃષ્ટિ આત્મા એક અઠ્ઠમ તપ તપીને કરે છે. તપના મહિમાનું શું વર્ણન કરવું ! ભવભવના રોગોને દૂર કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે, રામબાણ ઔષધિ છે. કર્મના કઠિન પર્વતોને ભેદવા માટે તપશ્ચર્યા વજ્ર સમાન છે. કાયાની માયા ઉતારનાર પુણ્યાત્માઓ તપનાં સોપાન સર કરી શકે છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે; આવ્યંતર તપથી કષાયોનો કકળાટ શમી જાય છે. તપ દ્વારા દેહશુદ્ધિ થાય છે, દેહશુદ્ધિ થતાં મનની શુદ્ધિ થાય છે, અને મનની શુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy